અમિન માર્ગની ચંદન સુપર માર્કેટ સહિત 16 સ્થળે ફૂડ બ્રાન્ચ ત્રાટકી

  • March 05, 2024 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં ચાલુ વર્ષની મિલેટ્સ યર તરીકે ઉજવણી થઇ રહી છે ત્યારે રાજ્ય સરકારના ફૂડ વિભાગના આદેશથી રાજ્યભરમાં બાજરો, જુવાર, રાગી, સામો, કાંગ, કોદરી સહિતના ધાન્યના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, દરમિયાન આ સ્ટેટ વાઇડ ડ્રાઇવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ સેફટી ઓફિસર ડો.હાર્દિક મેતાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ 16 પેઢીઓમાંથી અલગ-અલગ પ્રકારના મિલેટ્સના કુલ 36 સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી કરાઇ છે.

વિશેષમાં સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ સેફટી ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત કાર્યવાહી ઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજ્ય સરકાર દ્વારા અપાયેલી ફૂડ સેફટી વાન સાથે શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં છ ધંધાર્થિઓને ફૂડ લાઇસન્સ લેવા બાબતે નોટિસ આપી સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ છ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

સાધુ વાસવાણી માર્ગ ઉપર 21 સ્થળે ચેકિંગ; છ ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ લેવાની નોટિસ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી વાન સાથે શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આવેલ (1) ઝૂલેલાલ કોલ્ડ્રિંક્સ (2)ગાંઠિયા પોઈન્ટ (3)રાજ ગાંઠીયા રથ (4)ગણેશ અમુલ પાર્લર (5)બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ (6)રેડ એપલ સાઉથ ઇન્ડિયન સહિત છ ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપીને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત (7)ધારેશ્વર ડેરી ફાર્મ (8)મહાલક્ષ્મી સ્વીટ એન્ડ નમકીન (9)અનંત ડેરી ફાર્મ (10)બાલાજી ફરસાણ (11) શ્રીનાથજી ફરસાણ (12)શ્રીનાથજી ખમણ એન્ડ ખીરુ (13)કરણ કોલ્ડ્રિંક્સ (14) મનમંદિર કોલ્ડ્રિંક્સ (15) બંસીધર ડેરી ફાર્મ (16) જય સોમનાથ પાઉંભાજી (17) પટેલ ઘૂટો સેન્ટર (18)ભીમાણી ઘૂટો (19) રાધે આઇસક્રીમ (20) દાવત દાળપકવાન (21) દાવત ચાઇનીઝ પંજાબીની ચકાસણી કરવામાં આવી હતી.


કઇ 16 પેઢીમાંથી શેના સેમ્પલ લેવાયા?
(1) માટેલ ટ્રેડર્સ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ) (2) ચંદન સુપર માર્કેટ, અમીન માર્ગ, રાજકોટ માંથી રાગી (લુઝ), રાજગરો (લુઝ), સામો (લુઝ), કોદરી (લુઝ), જુવાર (લુઝ), કાંગ (લુઝ) (3) નેચર કેર સેન્ટર, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ, રાજકોટ માંથી કોદરી (લુઝ), રાગી (લુઝ) (4) પટેલ ટ્રેડિંગ, ઢેબર રોડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ) (5) શ્રી રામ પ્રોવિઝન સ્ટોર, ઢેબર રોડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ) (6) બલૂન ટ્રેડિંગ, ઢેબર રોડ, રાજકોટ માંથી રાગી (લુઝ), કોદરી (લુઝ) (7) શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ, ઢેબર રોડ, રાજકોટ માંથી જુવાર (લુઝ), બાજરો (લુઝ) (8) ઠા. પાનાચંદ રાઘવજી પૂજારા, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, ઢેબર રોડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ) (9) જય ભવાની ટ્રેડર્સ, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, ઢેબર રોડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), કાંગ (લુઝ) (10) રાધેશ્યામ કરિયાણા ભંડાર, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, ઢેબર રોડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ) (11) શ્રીનાથજી કરિયાણા ભંડાર, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, ઢેબર રોડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ) (12) જે.પી. કરિયાણા ભંડાર, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, ઢેબર રોડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ) (13) ગીતા એજન્સી, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, ઢેબર રોડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ) (14) જલારામ કરિયાણા સ્ટોર, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, ઢેબર રોડ, રાજકોટ માંથી કાંગ (લુઝ), રાગી (લુઝ) (15) ગુલાબરાય દ્વારકાદાસ કોટક, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, ઢેબર રોડ, રાજકોટ માંથી કોદરી (લુઝ), કાંગ (લુઝ) (16) રાજેશ પ્રોવિઝન સ્ટોર, ગીતા મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટમાંથી બાજરો (લુઝ), કાંગ(લુઝ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application