ફૂડ શાખાએ પાડ્યા દરોડા: છ દુકાનદારો પાસેથી નમૂના લઇ લેબમાં મોકલાયા

  • July 24, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરમ્યાન સ્વચ્છતા રાખવા સૂચના, નહીંતર લેવાશે કડક પગલા

ફૂડ શાખાએ ચોમાસા દરમ્યાન આળસ ખંખેરીને ચેકીંગની કાર્યવાહી કરી છે, જેમાં રપ જેટલી દુકાનોમાં ચેક કરાતા છ જગ્યાએથી ખાદ્ય પદાર્થના નમૂના લઇને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે, તેમજ રુા. ર૦૬૫૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીની સૂચનાથી જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ વિસ્તારમાં માંથી  કુલ-૬ જેટલા ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા.જેનાપૃથ્થકરણ રીપોર્ટ આવે થી આગળની-૨૦૦૬ તથા નિયમો-૨૦૧૧ હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ અલગ-અલગ વિસ્તાર આવેલ માં  ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરી, કેટરર્સ, ડેરી યુનીટ માં મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ. એ રુબરુ ઇન્શપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,ખાદ્ય સામગ્રીમાં લેબલ પ્રોવિજન નું પાલન કરવા,વાસી ખોરાક ન રાખવો,તેમજ ફ્રીઝની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,રસોડા ની યોગ્ય સફાઈ કરવી,વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા. જેમાં બોમ્બે કેટરર્સ-મહારાજા સોસાયટી, દિલ્હી દરબાર કેટરર્સ, મદીના કેટરર્સ, બોમ્બે ગાઝી કેટરર્સ, મોસીનભાઈ સાટી-મકવાણા સોસાયટી, સબીર મામદ સીદીક, કિસ્મત ડેરી, મનસુરી ફરસાણ, કરછી સ્નેક્સ-શરુ સેક્શન રોડ, અશોક આઈસ ફેકટરી-શાહ ઉદ્યોગનગર, ભુલચંદ આઈસ ફેક્ટરી, વિપુલ કેટરર્સ, મહાદેવ ફૂડ્સ, શિવ શક્તિ ડેરી, સંઘવી ન્યુટ્રીશન-બેડેશ્વર, આઝાદ આઈસફેકટરી, ઓનેસ્ટ આઈસફેકટરી, વર્ધમાન માર્ટ-હીરજી મીસ્ત્રી રોડ, સચિન શિવ શક્તિ કેટરર્સ-સાંઢિયા પુલ પાસે, ગોકુલનગર, ચામુંડા રેસ્ટોરન્ટ-હરિયા કોલેજ રોડ, ગોકુલનગર, શ્રી રામ લોજિંગ રિધ્ધિ સિધ્ધિ રેસ્ટોરન્ટ, ઓશવાળ ફૂડ, ધ ટેસ્ટ ટાઉન રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.
ડે.કમિશનર ભાવેશ જાનીના આદેશ અનુસંધાને જામનગર મહાનગરપાલિકા ના મુખ્ય માર્ગો પર આવેલ કોમર્શીયલ યુનીટમાં દબાણ અને ન્યુસન્સ અંગે  સહીતની ટીમ દ્વારા અઠવાડિયામાં ૨ દીવસ ફરજ દરમ્યાન આસામીઓ પાસેથી ૨૦,૬૫૦ દંડ વસુલ કરેલ છે.
જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરના સુમેર ક્લબ રોડ વિસ્તાર માં ઇન્સ્પેક્સન દરમિયાન લાયસન્સ ન ધરાવતી પેઢીઓને-૨૦૦૬ અનુસાર ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ કરવામાં આવ્યા.જેમાં ક્રિષ્ના પાન એસ.ટી ડેપો પાસે, સામતભાઈ ચા વારા, શિવકૃપા હોટલ, પાજી કે પરોઠે-સુમેર ક્લબ રોડનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ફૂડ ઇન્સ્પેકટર નિલેશ જાસોલીયા, ડી.બી. પરમારે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application