ગુજરાતના સૌથી મોટા કાલુપુર તરીકે ઓળખાતા અમદાવાદ રેલ્વે સ્ટેશનનું રૂ. 2,379 કરોડના ખર્ચે ધરમૂળથી ડેવલોપમેન્ટ એટલે કે અનેક સુવિધાઓથી સજ્જ 16 માળના અધ્યતન રેલવે સ્ટેશન તરીકે નવીનીકરણ થવાનું હોય, તેમાં લાંબા અંતરની અનેક ટ્રેનોમાં થનારા ફેરફાર પૈકી કેટલીક ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવનાર જાણવા મળે છે.
સતત ત્રણ વર્ષ ચાલનાર કામગીરી માટે આ સ્ટેશનની અનેક ટ્રેનોને અન્ય સ્ટેશનોએ ડાયવર્ટ કરવા ચક્રો ગતિમાન થયા છે. સ્ટેશનમાં ધરમૂળથી થનારા ફેરફારોના અનુસંધાને અમદાવાદનો અતિ મહત્વપૂર્ણ કાલુપુર સ્ટેશન આસપાસનો રાજમાર્ગ હાલથી જ બંધ કરી દેવાના જાહેરનામાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતનું સૌથી મોટું અમદાવાદ રેલવે સ્ટેશન 36 મહિનામાં રિડેવલપ થવાનું હોવાના દાવા સાથે રેલવેના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, રેલ્વે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (છકઉઅ) રૂ. 2,379 કરોડના ખર્ચના આ પ્રોજેક્ટમાં જુલાઈ 2027 સુધીમાં પેસેન્જર ટ્રાફિક માટે તૈયાર થઈ જવાનો દાવો કરાયો છે.
સૌથી મોટા 16 માળના માળખામાં પ્રથમ છ માળમાં પાર્કિંગની સુવિધા અને તેનાથી ઉપરના પાંચ માળમાં રેલવે ઓફિસ, યાત્રી નિવાસ, પેસેન્જર સુવિધાઓ, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (ખખઝઇં) હશે. મુખ્ય સ્ટેશન બિલ્ડિંગમાં 10 મીટરનું કોન્કોર્સ લેવલ અને તેની ટોચ પર મેઝેનાઇન લેવલ હશે. આ ઈમારતને રેલવે ટ્રેક સાથે જોડવામાં આવશે. નવા રેલ્વે સ્ટેશનની કાલુપુર અને સરસપુર બાજુઓ પર દરેક એક સાથે બે પાર્સલ બિલ્ડીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇમારતોને જોડતી ટનલ પણ બનાવવામાં આવશે. આ કામગીરી હાલ ત્રણ વર્ષમાં એટલે કે 2027 સુધીમાં પૂરી કરવાનો રેલવે તંત્રનો દાવો છે.
કેટલીક ટ્રેનો રાજકોટ, ભાવનગર સુધી લંબાવાની શક્યતા
કાલુપુર રેલ્વે સ્ટેશન અને ટ્રેકના પરિવર્તનને કારણે પસાર થતી અનેક ટ્રેનોના ડાયવર્ટ, ટર્મિનેશન બદલવા આયોજન ચાલી રહ્યું છે, જેમાં અનેક ટ્રેનો સાબરમતી, ગાંધીનગર, અસારવા, મણીનગર, વટવા અને અન્ય સ્ટેશનો પર ટ્રેનોનું ડાયવર્ઝન નવેમ્બર અથવા ડિસેમ્બર 2024 સુધીમાં થવાની શક્યતા છે. તેમાં અમદાવાદની કેટલીક ટ્રેનોનું ટર્મિનેશન રાજકોટ, ભાવનગર સહિતના સ્ટેશનોએ ખસેડવા લાંબા સમયથી હિલચાલ છે.
કાલુપુર સ્ટેશન સામેનો રાજમાર્ગ ત્રણ વર્ષ સુધી બંધનું જાહેરનામું
અમદાવાદ રેલ્વે સ્ટેશનની વર્તમાન બિલ્ડીંગને તોડી પાડવા અને નવી અધતન આલીશાન ઇમારતોના નિમર્ણિને ખૂબ લાંબો સમય થનાર હોય અમદાવાદ પોલીસ દ્વારા કાલુપુર સર્કલ અને સારંગપુર સર્કલ વચ્ચેનો (ગાંધી રોડ અને રીલીફ રોડ સાથે જોડાયેલો) રાજમાર્ગ 10 સપ્ટેમ્બર 2027 સુધી ટ્રાફિક માટે બંધ કરવાના જાહેરનામાની અમલવારી શરૂ કરી દેવાઇ છે. જો કે, રેલ્વે સ્ટેશનની સામે મુખ્ય કાલુપુર રોડ પર ટ્રાફિકની ભીડની સમસ્યાને ઉકેલવા માટે કાલુપુર અને સરસપુર રેલ્વે ઓવર-બ્રિજ (છઘઇ) ને જોડતો એલિવેટેડ રોડ કોરિડોર એપ્રિલ 2024માં ખોલવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech