ગુજરાતમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે સાતમ આઠમની રજાઓમાં લોકો ફરવાને બદલે ઘરમાં બેસી રહેવાનો વારો આવ્યો છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટરની સુચના અનુસાર જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સમાં પૂરતાં પ્રમાણમાં Anti Snake Venom (ASV) ઇન્જેક્શનની ઉલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ પૂરતો (ASV), પ્રસુતિ કીટ, ઈમરજન્સી દવાઓ અને ઑક્સિજન સહિત ડીઝલના પુરતાં જથ્થો અંગે પુષ્ટિ કરવામાં આવી છે.
ભારે વરસાદની સ્થિતિને કારણે દરેક કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે અને હેડ ક્વાર્ટરમાં રહેવાની સુચના આપવામાં આવી છે. જિલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ હાઈ એલર્ટ મોડ ઉપર મોકલવામાં આવી છે. જિલ્લાની ૧૦૮ સેવા ઓક્સિજન, પૂરતી દવાઓ અને સંસાધનો સાથે સજજ કરવામાં આવી છે.
આ સાથે જિલ્લાના નાગરિકો માટેની ૧૦૮ સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરી છે. જે અંતર્ગત નાગરીકોએ વરસાદ, ચક્રવાત દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું જોઈએ.
સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવા જણાવવામાં આવ્યું છે. વરસાદ દરમિયાન અજાણ્યાં રોડ કે વિસ્તારમાં નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી તેમજ પશુને બાંધીને ન રાખવા સુચના આપવામાં આવી છે.
વઘુમાં વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું પસંદ કરવું અને સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલાં તે પહેલાંના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી જોઈએ. કોઈપણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર ૧૦૮ સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકશો. હાથ બત્તી, મોબાઇલને પૂરતી ચાર્જ કરીને રાખવાં તેમજ વૃક્ષો કે નબળી જમીન ઉપર ઉભા ન રહેવું. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું. આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપતાં રહેવું અને ખોટી અફવાઓને પ્રોત્સાહન ન આપવું તેનાથી દૂર રહેવું. કોઈ આરોગ્ય સબંધિત તકલીફ પડે તરત ૧૦૮ સેવાનો સંપર્ક કરી શકો છો.
આ તકે ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું છે કે, વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તાલીમબદ્ધ કર્મચારીઓ કટિબદ્ધ છીએ અને તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech