લઘુતમ તાપમાનના પ્રમાણમાં ગઈકાલની સરખામણીએ આજે અનેક સેન્ટર મા સામાન્ય વધઘટ થઈ છે. સવારે ભેજવાળા વાતાવરણના કારણે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ સૂર્ય નારાયણના દર્શન થતા ની સાથે જ ઠંડી સમ ખાવા પૂરતી રહે છે.
સમગ્ર રાયમાં આજે સૌથી નીચું તાપમાન ગિરનાર પર્વત ઉપર સાત ડિગ્રી રહેવા પામ્યું છે ૮૬% ભેજને કારણે ગાઢ ધુમ્મસ પણ પર્વત ઉપર છવાયું હતું જુનાગઢ શહેરમાં બાર અને ભવનાથ તળેટીમાં ૧૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટ ભુજ વલસાડ અને વેરાવળમાં મહત્તમ તાપમાન નો પારો ૩૦ ડિગ્રીને પાર કરી ગયો છે અને સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન વલસાડમાં ૩૨ ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં અને વેરાવળમાં ૩૦.૨ ભુજમાં ૩૦.૫ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે.
સૌરાષ્ટ્ર્ર સહિત રાયભરના લઘુતમ તાપમાનમાં આજે સામાન્ય વધઘટ થઈ છે. આજે અમરેલીમાં ૧૩ વડોદરામાં ૧૧.૬ અમદાવાદમાં ૧૨.૭ ભાવનગરમાં ૧૩.૬ ભુજમાં ૧૩.૨ દ્રારકામાં ૧૭.૪ ફંડલામાં ૧૫.૨ નલિયામાં ૯.૫ ઓખામાં ૨૦.૩ પોરબંદરમાં ૧૩.૬ રાજકોટમાં ૧૩ અને વેરાવળમાં ૧૭ ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં કોલ્ડ વેવની ચેતવણી
હિમાલયન રિજીયનમાં બે અત્યતં પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળે છે અને તેની અસરના ભાગપે તારીખ ૨૪ ના રોજ રાજસ્થાન અને ઉતરાખંડ, તારીખ ૨૪ થી ૨૮ બિહાર અને તારીખ ૨૪ ના રોજ મધ્યપ્રદેશમાં કોલ્ડ વેવ કન્ડિશન સર્જાશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો શરીરમાં આ લક્ષણો દેખાય છે,તો અવગણવા નહિ હોય શકે છે કેન્સર
November 23, 2024 05:33 PMઇલોન મસ્કે રાજા-મહારાજાઓને પણ હરાવ્યા, ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો કેટલી છે સંપત્તિ
November 23, 2024 05:23 PMUPI છેતરપિંડીથી રહો સાવધાન, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 23, 2024 05:18 PMસ્પેસ સ્ટેશનમાં સર્જાઈ મુશ્કેલી, સુનિતા વિલિયમ્સ માટે ખતરો!
November 23, 2024 05:07 PMશિયાળાની ઋતુમાં લગ્નમાં સાડી સાથે ઠંડીથી બચવા પહેરો આ કપડાં જેથી દેખાશે સ્ટાઇલિશ લુક
November 23, 2024 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech