ફ્લોરિડાઃ જેક્સનવિલેમાં ગોળીબાર, હુમલાખોર સહિત ચારના મોત

  • August 27, 2023 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શનિવારે બપોરે ફ્લોરિડાના જેક્સનવિલેમાં એક ડોલર જનરલ સ્ટોરમાં સામૂહિક ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. તે જ સમયે શંકાસ્પદ હુમલાખોરે પણ આત્મહત્યા કરી લીધાના સમાચાર સામે આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હુમલો વંશીય પ્રેરિત હતો. 


સ્થાનીક મીડિયાના જણાવ્યા પ્રમાણે જેક્સનવિલે શેરિફ ટીકે વોટર્સે જણાવ્યું હતું કે, શંકાસ્પદ જેને અંદાજે 20 વર્ષનો શ્વેત વ્યક્તિ બતાવવામાં આવે છે. બપોરે 1 વાગ્યા પછી એક વ્યક્તિ ડૉલર સ્ટોરમાં ઘૂસી ગયો અને ગોળીબાર કર્યો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. તમામ મૃતકો બ્લેક હતા.



વોટર્સે કહ્યું કે તેણે લોકોના એક જૂથને નિશાન બનાવ્યું છે અને તે કાળા લોકો છે. વોટર્સ જણાવે છે કે શંકાસ્પદ વ્યક્તિનું મૃત્યુ પોતાને બંદૂકની ગોળી મારવાથી થયું હતું. હાલ આરોપીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ફાયરિંગમાં અન્ય કોઈને ઈજા થઈ નથી. મૃતકોમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. તેઓએ કહ્યું કે શંકાસ્પદ હુમલાખોરે વેસ્ટ અને માસ્ક પહેર્યો હતો અને તે ગ્લોક અને એઆર-15-સ્ટાઈલ રાઇફલથી સજ્જ હતો. બંદૂક પર સ્વસ્તિક પણ બનાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application