આંધ્ર અને તેલંગાણામાં પૂર: ૨૭ મોત

  • September 02, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત બાદ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદે તારાજી સર્જી છે. સ્થિતિ એ છે કે તેલંગાણામાં ૧૨ મોત થયા છે, યારે આંધ્ર પ્રદેશમાં ૧૫ના મોતની આશંકા છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.અનેક ટ્રેન ડાયવર્ટ કરાઈ તો ૧૪૦ થી વધુ ટ્રેનો રદ કરવી પડી હતી.

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂર અને વરસાદે કહેર મચાવ્યો છે. બંને રાયોની ઘણી નદીઓમાં ઘોડા પુર ઉમટયા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી હજારો લોકોને સ્થળાંતર કરીને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે,રસ્તાઓ અને રેલ્વે ટ્રેક પણ પાણીમાં ગરકાવ બની જવાને લીધે રવિવારે પાણી ભરાવાને કારણે માર્ગ અને રેલ વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. દક્ષિણ મધ્ય રેલ્વે નેટવર્ક પર ઘણા સ્થળોએ ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે અત્યાર સુધીમાં ૧૪૦ થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, યારે અન્ય ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.

પીએમ મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવતં રેડ્ડી સાથે વાત કરી અને તેમને કેન્દ્ર તરફથી તમામ શકય મદદની ખાતરી આપી. તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે રાયના વિવિધ ભાગોમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં નવ લોકોના મોત થયા છે. હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના પગલે સોમવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે

ખમ્મમ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત
ખમ્મમ જિલ્લાના એક વિસ્તારના રહેવાસીઓ છત પર ફસાયેલા છે કારણ કે મોટા વિસ્તારો ડૂબી ગયા છે. બચાવ માટે હેલિકોપ્ટર તૈનાત ન કરવાને લઈને ખમ્મના લોકોમાં ગુસ્સો છે. તે જ સમયે, બગડતા હવામાનને કારણે હેલિકોપ્ટરની ઉડાન જોખમી બની શકે છે. તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીએ હેલિકોપ્ટર મંગાવવા માટે એસપી સીએસ સાથે વાત કરી હતી


આઈએમડીનું નવ જિલ્લામાં રેડ એલર્ટ
કૃષ્ણા નદીના વહેણને કારણે, વિજયવાડાના પ્રકાશમ બેરેજ પર પ્રથમ સ્તરની ચેતવણી જારી કરવામાં આવી છે. આઈએમડીએ ૯ જિલ્લામાં રેડ એલર્ટની ચેતવણી આપી છે. તેલંગાણાના ૧૯ જિલ્લામાં પૂરનો ખતરો છે. સ્થિતિ જોઈને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિજયવાડા કલેકટર કચેરીમાં પડાવ નાખ્યો છે


આ સ્થળોએ હજુ પણ ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે તેલંગાણાના આદિલાબાદ, નિઝામાબાદ, રાજન્ના સરસિલ્લા, યાદદ્રી ભુવનગિરી, વિકરાબાદ, સંગારેડ્ડી, કામરેડ્ડી અને મહબૂબનગર જિલ્લામાં ખૂબ ભારેથી અતિ ભારે વરસાદની રેડ એલર્ટ જારી કરી લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડીએ તાત્કાલિક સમીક્ષા બેઠક યોજી હતી અને અધિકારીઓને પૂર પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને પગલાં લેવા જણાવ્યું હતું. તેમણે લોકોને અપીલ પણ કરી કે યારે કોઈ મહત્વપૂર્ણ કામ હોય ત્યારે જ ઘરની બહાર નીકળો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application