શહેરના મવડી વિસ્તારમાં માતિનંદન સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે રાત્રિના બે શખસો એકસેસ લઇ ધસી આવ્યા હતા. બાદમાં યુવાનના ઘરની ડેલી પાસે જવલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. આ અંગે યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ કયાં કારણસર આ કૃત્ય આચયુ તે અંગે યુવાન પણ અજાણ હોય આ મામલે પોલીસે સીસીટીવી ફટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, માતિનંદન સોસાયટી શેરી નંબર ૨ બ્લોક નંબર ૫૦ માં રહેતા કેતન અલ્પેશભાઈ ગોટેચા(ઉ.વ ૩૨) નામના યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રતિપાલસિંહ જાડેજા અને તેની સાથે અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પંદર દિવસ પૂર્વે તેના માતાનું અવસાન થયું છે. અહીં તે તથા તેમના પિતા રહે છે તેમનો નાનો ભાઈ અલગ રહે છે. ગઈકાલ સાંજના છ વાગ્યે આસપાસ તે ઘર પાસે બહાર ખાટલો નાખીને બેઠો હતો અને તેનો પુત્ર શિવ શેરીમાં રમતો હતો દરમિયાન સવા છ વાગ્યા આસપાસ ઘર પાસે એક કાળા કલરનું એકસેસ આવ્યું હતું જેમાં બે લોકો હતા આગળ પ્રતિપાલસિંહ હતો અને પાછળ કોઈ અજાણ્યો શખસ હોય તેમની પાસે એક ડબલુ હોય ઘર પાસે તેણે વાહન ઉભું રાખી આંગણામાં ડેલી પાસે આ ડબલામાંથી કોઈ વેલનશીલ પ્રવાહી છાંટી બાદમાં દીવાસળી કાઢી આગ ચાપી દીધી હતી. જેથી ડેલી સળગવા લાગતા યુવાન પોતાના મોબાઇલમાં શૂટિંગ ઉતારવા લાગ્યો હતો બાદમાં આ બંને શખસો અહીંથી નાસી ગયા હતા.
અહીં આગ લગાડવામાં આવતા ડેલીને નુકસાન થયું હોય યુવાને આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે. જોકે આ શખસોએ આવું કૃત્ય કયા કારણોસર કયુ તે અંગે યુવાન અજાણ હોય પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech