પોરબંદરમાં નૌકાદળ દ્વારા ધ ઇન્ડિયન નેવી ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય નૌકાદળ દ્વારા ફ્લેગશિપ ઇવેન્ટ ૨૦૨૪ - ધ ઇન્ડિયન નેવી ક્વિઝ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે યોજાશે. ભારતીય નૌકાદળ ગર્વભેર ફ્લેગશિપ ઇવેન્ટ ૨૦૨૪ થીંક ૨૦૨૪- ધ ઇન્ડિયન નેવી ક્વિઝ, એક અનન્ય રાષ્ટ્રીય સ્તરની ક્વિઝ સ્પર્ધા યોજાનાર છે. સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં ગૌરવ અને દેશભક્તિની ભાવના કેળવવાની સાથે સાથે બૌદ્ધિક વિકાસ અને યુવા દિમાગને પ્રેરણા આપવાની અનન્ય તક આ સ્પર્ધા પૂરી પાડશે. આ સ્પર્ધા સમગ્ર દેશમાં ધોરણ ૯ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
આ સ્પર્ધા અલગ અલગ તબક્કામાં યોજાનાર છે. ત્યારબાદ ઝોનલ સિલેક્શન રાઉન્ડ થશે. ટોચની ૧૬ ટીમો ઝોનલ પસંદગીના રાઉન્ડમાં ક્વોલિફાય થશે, અને સેમિફાઇનલમાં આગળ વધશે. સેમિફાઇનલમાંથી આઠ ટીમો ગ્રાન્ડ ફિનાલે માટે ક્વોલિફાય થશે. સેમિફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલે સધર્ન નેવલ કમાન્ડ ખાતે ઓફલાઇન મોડમાં યોજાશે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક ઈનામો એનાયત કરાશે. શાળાઓ માટે સીમલેસ રજીસ્ટ્રેશનને સક્ષમ અને સુવિધા આપવા અને ઇવેન્ટ સંબંધિત વ્યાપક માહિતી પ્રદાન કરવા માટે, થીંક- ૨૦૨૪ની સમર્પિત વેબસાઇટ પર રજીસ્ટ્રેશન ની છેલ્લી તા.૩૧મી ઓગસ્ટ ૨૦૨૪ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech