ભાણવડ પંથકની સગીર અને અડપલા કરતા શખ્સને પાંચ વર્ષની સખત કેદ

  • September 19, 2023 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની સ્પે. પોક્સો કોર્ટનો ચુકાદો


ભાણવડ પંથકમાં રહેતા એક પરિવારની 17 વર્ષની સગીર પુત્રીને તેની સાથે ઓળખાણ ધરાવતા વિનોદ દયાળજી કવા સાથે ફોનમાં વાત કરતા ઓળખાણ થઈ હતી. ગત તારીખ 18 જુલાઈ 2020 ના રોજ આ સગીરા ખેતી કામ કરતી હોય, તે દરમિયાન કામ સબબનું બહાનું કરી અને ગયેલી સગીરા ઘરે પરત ના ફરતા આ સગીરાની શોધખોળ દરમિયાન સગીરાના પરિવારજનોને તેના ઘરે રાખવામાં આવેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોનનું સીમકાર્ડ ગીતાબેન કવાના નામનું હતું. જે મોબાઈલ ફોન વિનોદ દયાળજી કવાનો હોય, તેના ઉપર ફોન તથા તપાસ કરતા આ આરોપી તેના ઘરે પણ મળી આવ્યો ન હતો.


આમ, આ પ્રકરણમાં આરોપી વિનોદ કવા 17 વર્ષીય સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું હતું. જે અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ ભાણવડ પોલીસે અપહરણ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તપાસ આદરી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી.


આ સમગ્ર કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા અહીંના સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા જુદા જુદા 21 સાહેદોની તપાસ, ભોગ બનનાર તથા ફરિયાદીની જુબાની, એફએસએલનો અહેવાલ વિગેરેને ધ્યાનમાં લઇ અને સગીરા સાથે કરવામાં આવેલા અડપલાની કલમ 354 (એ) (1,2), પોકસો એક્ટ વિગેરેની કલમમાં આરોપી પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. ભોગ બનનારની ઉંમર બનાવ સમયે સગીર વયની હોય, તેણીના સામાજિક, આર્થિક તથા માનસિક પુનર્વસન માટે ભોગ બનનારને વીટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ અદાલતે હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application