ઇશ્ર્વરીયા ગામમાં પાના ટીંચતા પાંચ પકડાયા

  • September 13, 2023 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમીના આધારે પોલીસનો છાપો : 10 હજારની રોકડ કબ્જે


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે તથા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ તેમજ જામનગર ગ્રામ્ય ડીવીઝનના ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન પો.કોન્સ મનહરસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજાએ ખાનગી બાતમી આધારે ઇશ્ર્વરીયા ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં તિનપતીનો જુગાર અંગે રેઇડ કરતા દાના અરજણ સાગઠીયા, બાબુ વીરા રાઠોડ, વિજય અરજણ બડીયાવદરા, મગન વીરા સાગઠીયા, મહેન્દ્ર જમન જેઠવા રહે. બધા ઇશ્ર્વરીયા ગામ જામજોધપુરવાળાને દરોડા દરમ્યાન 10210 સાથે પકડી પાડી આગળની તપાસ હેડ કોન્સ. આર.કે. કંડોરીયાએ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application