ગીરના અડાબીડ જંગલ વચ્ચે એક એવું મતદાન મથક આવેલું છે, જ્યાં માત્ર ૧૨૧ મતદારો છે, જે જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછા મતદારો ધરાવતું મતદાન મથક પણ છે. પ્રાકૃતિક સંપદા અને સૌંદર્યતાની વચ્ચે આવેલ આ મતદાન મથક એટલે ગીર અભયારણ્ય વિસ્તારમાં આવેલ કનકાઈ મતદાન મથક. આ દુર્ગમ વિસ્તારમાં પણ નાગરિકો મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવે છે.જૂનાગઢ જિલ્લામાં કનકાઈ ઉપરાંત અન્ય ત્રણ મતદાન મથકો શેડો મતદાન મથક જાહેર થયેલ છે, આ મતદાન મથકો ગીર જંગલની એકદમ બોર્ડર પર આવેલા છે, જેમાં દુધાળા, માણંદિયા અને રાજપરા ગામનો સમાવેશ થાય છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના જણાવ્યા મુજબ એવરી વોટ કાઉન્ટ તેવી ભારતના ચૂંટણી પંચની નેમ છે, ત્યારે વિસાવદર વિધાનસભા મતવિસ્તાર હેઠળના કનકાઈ મતદાન મથક સહિતના અન્ય શેડો મતદાન મથક માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જૂનાગઢથી અંદાજે ૭૦ કીમી. દૂર આવેલા આ મતદાન મથક ગાઢ જંગલ વિસ્તાર હોવાથી ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી સેલ ફોન કામ કરી શકતા નથી. ત્યારે મતદાન પ્રક્રિયા દરમિયાન દર બે કલાકે મતદાન ટકાવારીના આંકડાનો રિપોર્ટ કરવાના હોય છે, ઉપરાંત અન્ય ચૂંટણીલક્ષી કામગીરી માટે પણ કોમ્યુનિકેશન ખૂબ જરૂરી હોય છે. આ સંજોગોમાં વાયરલેસ સેટ એટલે કે વોકીટોકી ચૂંટણી ફરજ પરના અધિકારીને આપવામાં આવે છે. જેથી સરળતાપૂર્વક કોમ્યુનિકેશન સાધી શકાય.
દુર્ગમ એવા જંગલ અને પહાડી વિસ્તાર હોવાથી સરળતાથી કોમ્યુનિકેશન સાધવું મુશ્કેલ છે,તેવા મતદાન મથકોને શેડો મતદાન મથક તરીકે જાહેર કરવામાં આવે છે,જૂનાગઢ જિલ્લામાં કનકાઈ ઉપરાંત અન્ય ત્રણ મતદાન મથકો શેડો મતદાન મથક જાહેર થયેલ છે, આ મતદાન મથકો ગીર જંગલની એકદમ બોર્ડર પર આવેલા છે, જેમાં દુધાળા, માણંદિયા અને રાજપરા ગામનો સમાવેશ થાય છે. ત્યાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે છે.આ શેડો મતદાન મથક પર ચૂંટણી સ્ટાફ મતદાનના અગાઉના દિવસે જ પહોંચી જતો હોય છે, તેમાં કનકાઈ મથક મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે ૧૫ કીમી જેટલી જંગલમાં સફર ખેડવી પડે છે.આજકાલ પ્રતિનિધિ.
જુનાગઢ
ગીરના અડાબીડ જંગલ વચ્ચે એક એવું મતદાન મથક આવેલું છે, જ્યાં માત્ર ૧૨૧ મતદારો છે, જે જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછા મતદારો ધરાવતું મતદાન મથક પણ છે. પ્રાકૃતિક સંપદા અને સૌંદર્યતાની વચ્ચે આવેલ આ મતદાન મથક એટલે ગીર અભયારણ્ય વિસ્તારમાં આવેલ કનકાઈ મતદાન મથક. આ દુર્ગમ વિસ્તારમાં પણ નાગરિકો મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવે છે.જૂનાગઢ જિલ્લામાં કનકાઈ ઉપરાંત અન્ય ત્રણ મતદાન મથકો શેડો મતદાન મથક જાહેર થયેલ છે, આ મતદાન મથકો ગીર જંગલની એકદમ બોર્ડર પર આવેલા છે, જેમાં દુધાળા, માણંદિયા અને રાજપરા ગામનો સમાવેશ થાય છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના જણાવ્યા મુજબ એવરી વોટ કાઉન્ટ તેવી ભારતના ચૂંટણી પંચની નેમ છે, ત્યારે વિસાવદર વિધાનસભા મતવિસ્તાર હેઠળના કનકાઈ મતદાન મથક સહિતના અન્ય શેડો મતદાન મથક માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જૂનાગઢથી અંદાજે ૭૦ કીમી. દૂર આવેલા આ મતદાન મથક ગાઢ જંગલ વિસ્તાર હોવાથી ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી સેલ ફોન કામ કરી શકતા નથી. ત્યારે મતદાન પ્રક્રિયા દરમિયાન દર બે કલાકે મતદાન ટકાવારીના આંકડાનો રિપોર્ટ કરવાના હોય છે, ઉપરાંત અન્ય ચૂંટણીલક્ષી કામગીરી માટે પણ કોમ્યુનિકેશન ખૂબ જરૂરી હોય છે. આ સંજોગોમાં વાયરલેસ સેટ એટલે કે વોકીટોકી ચૂંટણી ફરજ પરના અધિકારીને આપવામાં આવે છે. જેથી સરળતાપૂર્વક કોમ્યુનિકેશન સાધી શકાય.
દુર્ગમ એવા જંગલ અને પહાડી વિસ્તાર હોવાથી સરળતાથી કોમ્યુનિકેશન સાધવું મુશ્કેલ છે,તેવા મતદાન મથકોને શેડો મતદાન મથક તરીકે જાહેર કરવામાં આવે છે,જૂનાગઢ જિલ્લામાં કનકાઈ ઉપરાંત અન્ય ત્રણ મતદાન મથકો શેડો મતદાન મથક જાહેર થયેલ છે, આ મતદાન મથકો ગીર જંગલની એકદમ બોર્ડર પર આવેલા છે, જેમાં દુધાળા, માણંદિયા અને રાજપરા ગામનો સમાવેશ થાય છે. ત્યાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે છે.આ શેડો મતદાન મથક પર ચૂંટણી સ્ટાફ મતદાનના અગાઉના દિવસે જ પહોંચી જતો હોય છે, તેમાં કનકાઈ મથક મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે ૧૫ કીમી જેટલી જંગલમાં સફર ખેડવી પડે છે.
શેડો મતદાન મથકમાં મતદારો
કનકાઈ મતદાન મથક હેઠળ ૬૭ પુરુષો અને ૫૪ મહિલા મતદાર સહિત કુલ-૧૨૧મતદારો છે, તેવી જ રીતે ગીર જંગલની બોર્ડર વિસ્તારના શેડો મતદાન મથક એવા માણંદીયામાં ૧૪૮ પુરુષ, ૧૩૪ સ્ત્રી કુલ - ૨૮૨, રાજપરામાં ૫૩૭ પુરુષ, ૫૨૯ સ્ત્રી કુલ - ૧૦૬૬ અને દુધાળામાં ૫૯૨ પુરુષ, ૫૯૬ સ્ત્રી કુલ - ૧૧૮૮ મતદારો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી: શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક સાથે રૂ..50 લાખની ઠગાઈ
November 07, 2024 10:58 AMરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો કોડીનાર પંથકનો યુવક ઝબ્બે
November 07, 2024 10:51 AMડેડરવા નજીક કારે બાઈકને ઉલાળતા જૂનાગઢનું દંપતી ખંડિત
November 07, 2024 10:45 AMપોરબંદરના યોગપ્રેમીઓને રવિવારે વિશિષ્ટ ક્રિયાઓ ની અપાશે તાલીમ
November 07, 2024 10:41 AMવિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં
November 07, 2024 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech