લોધીકા પંથકમાં પાંચથી આઠ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી: ખેતીવાડીને ભારે નુકસાન

  • October 21, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસા એ ભલે સત્તાવાર વિદાય લઈ લીધી હોય પણ રોધીકા પંથકમાં છેલ્લ ા દસ દિવસથી જાણે ચોમાસું જામ્યું હોય તેમ સતત વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ ગઈકાલે રવિવારે બપોર બાદ ઘનઘોર વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર ૫ થી ૮ એ જ વરસાદ પડેલ હતો પરિણામે ફોફડ નદીમાં ઘોડાપૂર આવેલા હતા જેથી લોધિકા ચાંદલી માર્ગ વચ્ચેથી પસાર થતી  ફોફડ નદીમાં ઘોડાપૂર આવતા કલાકો સુધી આ માર્ગ બધં થઈ ગયેલ હતો. કિસાનોના જનવ્યા  મુજબ સતત વર્શી રહેલ વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ મગફળી તલી મરચી સહિતના પાકો પાણીમાં ધોવાઈ ગયેલ છે ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ છે. તૈયાર માંડવીના ઢગલા તેમજ માંડવીના પાથ રા પાણીમાં તણાઈ ગયેલ છે ખેડૂતોની ચાર મહિનાની મહેનત પાણીમાં તણાઈ ગયેલ હોય ખેડૂતોમાં ચિંતા પસરી ગયેલ છે મોંઘા ભાવના દવા બિયારણ ખાતર ઉંછીના કરીને લીધા હોય ત્યારે બધું પાણીના પ્રવાહમાં તણાઈ જતા લોધિકા સહિત કોઠા પીપળીયા ચાંદલી જેતાકુબા પીપરડી ડાંગરવાડા સહિતના કિસાનોમાંથી નુકસાની ની સહાય ચૂકવવા માંગણી થઈ રહે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application