રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સુત્રને સાર્થક કરવા રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્પોર્ટસ એકટીવીટી ડેવલપ થાય તે માટે જીલ્લાના પાંચ તાલુકા લોધીકા, પડધરી, ધોરાજી, ગોંડલ, જેતપુરમાં રમતગમતના મેદાન જીલ્લા સમાહર્તા તત્રં દ્રારા પ્લાન બનાવાયો છે. ૨૪૬ લાખના ખર્ચે પાંચ ગ્રાઉન્ડ તૈયાર થશે. જેમાં અત્યારે લોધીકામાં ગ્રાઉન્ડ બનાવવાની શરૂઆત પણ કરી દેવાઈ છે. અન્ય ચાર તાલુકામાં ટેન્ડર પ્રક્રિયા સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજકોટ જિલ્લાના પસદં કરાયેલા પાંચ તાલુકામાં સરકારી જમીનોમાં થયેલા દબાણ કે વણવપરાયેલી જમીન પર ગ્રાઉન્ડ બનાવવાની પસંદગી ઉતારવામાં આવશે. લોધીકામાં ૧૫ ઓગષ્ટ્રના રોજ જે ગ્રાઉન્ડ પર કાર્યક્રમ યોજાયો હતો તે સ્થળે રમતગમતનું મેદાન બનાવાશે. લોધીકામાં ગ્રાઉન્ડ તૈયાર હોવાથી ત્યાં ડેવલપમેન્ટ હાથ પર લેવાયું છે. પાંચ સ્થળે બનનારા મેદાનમાં કબડ્ડી, બાસ્કેટ બોલ, વોલીબોલ જેવી રમત રમી શકાય. આ ઉપરાંત વોકીંગ અને રનીંગ ટે્રક બનાવાશે. આ ટ્રેકમાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને અન્ય વિભાગની ભરતી માટે ફીઝીકલ ટેસ્ટની ઉમેદવારો અહીંં દોડની તૈયારી કરી શકે તેવા હેતુસર ટ્રેક તૈયાર કરવામાં આવશે.
પડધરીમાં લોકલ મેળા ફંડમાંથી ખર્ચ અપાશે. અત્યારે ધોરાજી, ગોંડલ અને જેતપુર ત્રણ તાલુકામાં કયા સ્થળે સરકારી ખરાબામાં દબાણ છે તે દુર કરીને મેદાન થઈ શકે છે કે કેમ ? તે ઉપરાંત અન્ય આવા વણવપરાયેલા સરકારી ખરાબા કે જગ્યા મેદાન માટે સ્થાનીક તત્રં દ્રારા ચકાસણી ચાલી રહી છે. જગ્યા પસદં થયા બાદ આ ત્રણ તાલુકામાં પણ કામગીરી હાથ પર લેવાશે. ૨૪૬ લાખના ખર્ચે બનનારા આ પાંચ મેદાન માટે આગામી દિવસોમાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. બે વર્ષના સમયગાળા દરમ્યાન સંપુર્ણપણે ગ્રાઉન્ડ તૈયાર કરવાના રહેશે.
લોધીકામાં હાલ ૨૮,૫૦૦ ચો.મી. જગ્યામાં ગ્રાઉન્ડ તૈયાર થશે. આ પાંચેય ગ્રાઉન્ડની સંચાલન માટેની જવાબદારી જે તે તાલુકાની લોકલ બોડી કમીટી બનાવીને તેમને સોંપવામાં આવશે. અત્યારે જિલ્લા કલેકટર તત્રં દ્રારા જિલ્લામાં ગ્રામ્ય ક્ષેત્રે રમતગમત પ્રવૃતિ વધે તે અર્થે ગ્રાઉન્ડ બનાવવાનું નકકી કરાયું છે. બે વર્ષના સમયગાળા દરમ્યાન ગ્રાઉન્ડ તૈયાર થાય ત્યારે ગ્રામજનોને લાભ મળી શકે ત્યાં સુધી તો ઈન્તઝારની ઘડી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech