લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંથી રૂ.૧૧,૮૦૦નાં મુદ્દામાલ સાથે બત્તીના ઉજાશમાં ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમી-રમાડતાં પાંચ શખ્સને ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર, આખલોલ જકાતનાકા પાસે, રફીકભાઈ ગેરેજવાળા ખાંચામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બત્તીના ઉજાશમાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો હાથકાપનો જુગાર રમતાં ગુલાબ રહીમભાઈ કુરેશી (ઉ.વ.૫૫ રહે.માર્કેટીંગ યાર્ડની પાછળ, ઈંદીરાનગર, મફતનગર, ગજરાજસિંહ ના મકાનમાં ભાડેથી ભાવનગર), સલીમ કાસમભાઈ શેખ (ઉ.વ.૫૨ રહે.માર્કેટીંગ યાર્ડની પાછળ, ઈંદીરાનગર, મફતનગર, અબ્બાસભાઈ બેલીમના મકાનમાં ભાડેથી ભાવનગર), આલા જગાભાઈ મુંધવા (ઉ.વ.૨૪ રહે.માર્કેટીંગ યાર્ડની પાછળ, ઈંદીરાનગર, મફતનગર, ભાવનગર), રફીક અબ્દુલભાઈ વલીયાણી (ઉ.વ.૩૪ રહે.આખલોલ જકાતનાકા પાસે, મફતનગર, ભાવનગર) અને રજાક સત્તારભાઈ પઠાણ (ઉ.વ.૩૮ રહે.આખલોલ જકાતનાકા પાસે, વાંજા શેરી મફતનગર, ભાવનગર)ને ઝડપી લઇ ગંજીપત્તાના પાના તથા રોકડા રૂ.૧૧,૮૦૦ મળી કુલ કિંમત રૂ.૧૧,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરુધ્ધસિંહ ડાયમા, ઘનશ્યામભાઈ ગોહીલ, સાગરભાઈ જોગદીયા, મહેંદ્રભાઈ ચૌહાણ, અનિલભાઈ સોંલકી, સંજયભાઈ ચુડાસમા સહિત જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી ધમધમી
April 25, 2025 04:48 PMજામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાનાજ વોર્ડ માં 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે પહોંચ્યા
April 25, 2025 04:47 PMઆતંકવાદીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે, શ્રીનગરમાં રાહુલ ગાંધી હુમલાના પીડિતને મળ્યા
April 25, 2025 04:47 PMચંપારણ્ય ખાતે પોરબંદરના મોદી અને શિયાળ પરિવાર દ્વારા મહાપ્રસાદીનો સેવાયજ્ઞ થયો સંપન્ન
April 25, 2025 04:46 PMસફાઈ કામદારોને જિલ્લા કોળી સેનાએ ટેકો કર્યો જાહેર
April 25, 2025 04:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech