BREAKING NEWS

માલવિયા ચોક પાસે તીલક હોટલમાં દારૂની મહેફિલ માણતા વેપારી સહિત પાંચ ઝડપાયા

  • May 05, 2026 08:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના માલવીયા ચોક વિસ્તારમાં આવેલા પ્રમુખ આર્કેડમાં નવમા માળે આવેલી તીલક હોટલમાં દારૂની મહફિલ માણી રહેલા વેપારી- ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી સહિત પાંચ શખસોને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસ અહીંથી રેડ લેબલ વ્હીસ્કીની એક ખાલી અને બીજી વોડો દારૂ ભરેલી બોટલો પણ કબજે કરી હતી. જાણવા મળ્યા મુજબ એ-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ જે.વી.વાઢીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ.રાણાની રાહબરીમાં ટીમ દારૂ-જૂગારની પ્રવૃત્તિને ડામવા પટ્રોલીંગમાં હતી ત્યારે  કોન્સ. ધર્મશભાઈ ખોડખા, હેડકોન્સ. કનુભાઈ બસીયા, ધર્મશભાઈ પરમાર સહિતને બાતમી મળી હતી કે, માલવિયા ચોકના પ્રમુખ આર્કેડમાં આવેલી તીલક હોર્ટલના રૂમ નં. ૯૦૧માં ઘરૂની મહેફિલ ચાલે છે. જેથી પોલીસે હોટલમાં દરોડો પાડયો હતો. પોલીસે હોટલના મેનેજર મહીપાલસિંગ પુનમસિંગ રાવત (ઉ.વ. ૨૩, રહે. હોટેલ તીલક, મુળ રાજસ્થાન)ને સાથે રાખી રૂમમાં પ્રવેશ કરતા પાંચ શખસો નશો કરતા મળી આવ્યા હતા. પોલીસ પુછતાછ કરતા આ શખસોએ પોતાના નામ અમીત મધુભાઈ શુકલા (ઉ.વ. ૪૬, ધંધી વેપાર, રહે. રેલ નગર મેઈન રોડ, અતુલ્યમ ઓરા બીલ્ડીંગ, ત્રીજો માળ, રૂમ નં.૩૦૨),રવી જયેશભાઈ શેઠ (ઉ.વ. ૩૫, ધંધો વપાર, રહે. કવડાવાડા-૨, શેરી નં. ૨૨, મહાલક્ષ્મી મંદિર પાછળ), આમદ રફીકભાઈ સમા (ઉ.વ. ૪૨, ધંધો ટૂસ એન્ડ ટ્રાવેલ્સ, રહે. બજરંગવાડા મેઈન રોડ, પુનીત નગર શેરીને. ૨, જામનગર રોડ), આનંદ ક્રીષ્નમુતિભાઈ એપર (ઉ.વ. ૪૬, ધંધો બ્રોકર, રહે. ૧૫૦ ફુટ રીગ રોડ, અયોધ્યા રેસીડન્સી બ્લોક-૧૧) અને વજિય દીનશભાઈ સાંગાણી (ઉ.૧.૪૧, ધંધો વિપાર, રહે., તીરૂપતી સોસાયટી, શેરી ને:૦૪, ગ્રીન લેન્ડ ચોકડી પાસ) જણાવ્યા હતા. આ પાંચેય દારુ. પીધેલા મળતા કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસ રૂમમાંથી રેડ લેબલની બે બોટલો કબજે કરી હતી, હોટલના અન્ય રૂમમાંથી ઉતારૂ દારૂની બોટલ સાથે ઝડપાયોઃ મેનેજર સામે પણ ગુનો નોંધાયો તીલક હોટલના નવમા માળે આવેલી તીલક હોટેલના રૂમાથી જસદણ કમળાપુરના દર્શન વિનુભાઈ બોઘરા (ઉ.વ.૨૮)ને સ્વ. ૫૦૦ના દારૂના બોટલ સાથે કોન્સ. કરણભાઈ અને હેડકોન્સ.મહેશભાઈ ચાવડાએ ઝડપી લીધો હતો. આ ઉપરાંત હોટેલના મેનેજર મુળ રાવતમલ રાજસ્થાનના મહિપાલસિંગ પુનમસિંગ રાવત વિરૂધ્ધ હોટેલમાં આવતા મુસાફરોની રજીસ્ટરમાં નોંધ નહીં કરી પોલીસના પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરાવતા જાહેરનામા ભંગ અંગે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી એક સીલ તુટલી હાલતમાં ૭૦૦ એમ.એલ. ભરેલી હતી, બીજી ખાલી હતી. આ ઉપરાંત કાચના પાંચ ગ્લાસ, સીગ દાળીયા, વેફર્સ, ડીસ્પોઝેબલ ડીશ,પાણીની બોટલી બે સહિત કબ્જે કરાયા હતા. પોલીસની તપાસમાં આ તમામ મિત્રો હોય અને દારુની મહેફિલ માણવા માટે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application