શહેરમાં હાર્ટ અટેકથી મૃત્યુ થયાના બનાવ ફરી સામે આવ્યા છે. સામાકાંઠે રહેતા ચાંદીના વેપારી યુવક, બેડી ચોકડી પાસે ફાર્મ હાઉસમાં કામ કરતા 33 વર્ષીય અને થોરાળામાં 40 વર્ષીય યુવક તેમજ ભગવતીપરા રાત્રે સુતા બાદ સવારે મહિલા જાગતા નહોવાથી બેભાન હાલતમાં દમ તોડી દીધો હતો જયારે મોચીનગરમાં આધેડનું બેભાન હાલતમાં મોત થયાનું નોંધાયું છે.
પ્રાપ્ત વિગત મુજબ સંત કબીર રોડ પર બ્રાહ્મણીયાપરા-4માં રહેતાં પારસભાઇ દેવજીભાઇ ગઢીયા (ઉ.વ.40) નામના યુવક આજે વહેલી સવારે ઘરે હતા ત્યારે અચાનક ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક પારસભાઈ એક બહેનથી નાના અને પરિવારનો આધારસ્તંભ હતાં. તેઓ ચાંદીનો વેપાર કરતા હતા યુવકના મૃત્યુથી પુત્ર છે. પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં શોક છવાયો છે, બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જરૂરી કાગળો કયર્િ હતા.
બનાવમાં મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે બનેવી સાથે રહેતો અને મુળ યુપીનો રામપ્રસાદ નુરાનીકુમાર ગોૈતમ (ઉ.વ.33)નો યુવક ગતસાંજે બેડી ચોકડીથી માલીયાસણ વચ્ચે આવેલા ફાર્મહાઉસમાં હતો ત્યારે અચાનક ચક્કર આવતા પડી જવાથી તાકીદે તેને સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા કુવાડવા પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. સાથી મિત્રોના કહેવા મુજબ યુવક કલર કામની મજૂરી કરે છે અને ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઈકાલે ફાર્મહાઉસમાં કલર કામ કરતો હતો ત્યારે હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
ત્રીજા બનાવમાં નવા થોરાળા-6માં રહેતા અજયભાઇ ભનુભાઇ મેરાણ (ઉ.વ.40)ના યુવક રાત્રીના બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ જીવ બચી શક્યો નહતો. મૃતક રીક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
પાંચમા બનાવમાં ભગવતીપરા શેરી નંબર-6માં રહેતા રેખાબેન શાહબુદીનભાઈ મુખીડા (ઉ.વ.47) નામના મહિલા રાત્રે સુતા બાદ આજે વહેલી સવારના પરિવારજનો જગાડતા જાગતા ન હોવાથી બેભાન હાલતમાં સિવિલમાં લાવતાં તેમને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. રેખાબેનને સંતાનમાં બે દીકરા એક દીકરી છે અને પતિ શાહબુદીનભાઈ મજૂરી કામ કરે છે. સવારે હાર્ટ અટેક આવી ગયાનું પરિવારે જણવ્યું હતું.
પાંચમા બનાવમાં મોચીનગર-6માં રહેતાં જયેશભાઇ ગૌતમભાઇ જોશી (ઉ.વ.53) નામના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેમને તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરિવાર કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર બે ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં એક પુત્ર છે. પોતે છુટક મજૂરી કામ કરતા . બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાગળો કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech