BREAKING NEWS

TRP ગેમ ઝોન કાંડ કેસમાં મહાપાલિકા દ્રારા પાંચ અધિકારી બરતરફ, સાગઠિયાને માત્ર પ્રોવિઝનલ પેન્શન

  • July 10, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ૨૫ મે, ૨૦૨૪ના રોજ કાલાવડ રોડ નજીક મોકાજી સર્કલ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા ભયંકર અિકાંડમાં બાળકો સહિત ૩૦થી વધુ લોકોના મોતના કેસમાં ગુજરાત હાઇકોર્ટ ડિવિઝન બેંચ સમક્ષ શુક્રવારે મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી હતી. હાઇકોર્ટની સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા તરફથી જણાવાયું કે ટાઉન પ્લાનિંગ વિભાગના ચાર અધિકારી તથા ફાયર સ્ટેશન ઓફિસરને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે, યારે નિવૃત્ત ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાને માત્ર પ્રોવિઝનલ પેન્શન આપવાનો અને તેમની રજાના રોકડ પાંતરનું ચૂકવણું અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા વતી સરકારી વકીલ જી. એચ. વિર્કે હાઇકોર્ટ ડિવિઝન બેંચ સમક્ષ રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું કે ટાઉન પ્લાનિંગ વિભાગના ઇજનેર ગૌતમ ડી. જોષી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ આર. મકવાણા, રાજેશ એન. મકવાણા, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ બી. ચૌધરી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત એ. વિગોરાને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ઉપરાંત નિવૃત્ત ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સામે પણ વિભાગીય પગલાંના ભાગપે તેમને માત્ર પ્રોવિઝનલ પેન્શન ચૂકવવા અને રજાના રોકડ પાંતરનો લાભ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. અહેવાલમાં વધુમાં જણાવાયું કે બરતરફ કરાયેલા અધિકારીઓને ભવિષ્યમાં કોઈપણ સરકારી નોકરી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તેમનો સસ્પેન્શનનો સમયગાળો 'નોન–ડૂટી' ગણવામાં આવશે અને અન્ય કોઈ નાણાકીય લાભ પણ ચૂકવવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોન અિકાંડ બાદ સમગ્ર રાય અને દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પ્રાથમિક તપાસમાં મહાનગરપાલિકા સહિત સંબંધિત તંત્રોની ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનના મુદ્દા સામે આવતા ગુજરાત હાઇકોર્ટે સ્વયં સુઓ મોટો અરજી દાખલ કરી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા રાય સરકાર તથા સંબંધિત તંત્રોને નિર્દેશ આપ્યા હતા.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જી. એચ. વિર્ક, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તેમજ મૃતકોના પરિવારજનો તરફથી એડવોકેટ એન. આર. જાડેજા, પધ્મિની પરમાર, ભાવેશ હજારે અને રમેશ જાદવ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News