BREAKING NEWS

ધોરાજી પાસે રાત્રે ખાનગી બસ પલટી જતા ૧૮ ઈજાગ્રસ્તોમાં પાંચની હાલત ગંભીર

  • March 28, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાધનપુર અસ્થિ વિસર્જન કરીને પરત આવી રહેલી દેવીપુજક પરિવારની ખાનગી બસ ધોરાજીના પાદરમાં આવીને જ પલટી ગઈગઈ રાતે ધોરાજીના જેતપુર રોડ ઉપર પનઘટ હોટલ પાસે બેકાબૂ બનેલી દેવીપુજક પરિવારની ખાનગી બસ રોડ સાઈડની ખાઈમાં પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં રાધનપુરથી આવી રહેલા દેવીપુજક પરિવારના ૧૮ જેટલા સભ્યોને નાનીમોટી ઈજા થતા સારવાર માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલ તેમજ જૂનાગઢ વધુ સારવાર માટે ખસેડાયા છે.
ધોરાજીથી નજીક જેતપુર રોડ ઉપર એક કિલોમીટરના અંતરે પનઘટ હોટલ પાસે રાત્રે ૧૦ વાગ્યા બાદ સર્જાયેલા આ ગંભીર અકસ્માતમાં રાધનપુર ખાતે દિવંગત વડીલના અસ્થિ વિસર્જન (ફલ પધરાવવા) બાદ  પરત ધોરાજી આવી રહેલા લોકો ધોરાજી પહોંચે તે પહેલા એક કિલોમીટરના અંતરે જ ખાનગી બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાના કારણે વાહન બે થી ત્રણ (પલટી) ખાઈને સીધું જ ખાઈમાં ખાબકયું હતું, તેમાં ૧૮ જેટલા લોકોને નાની–મોટી ઈજાઓ થઈ હતી. આ આ બસે બે બાઈકચાલકને પણ હડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા,
તેમાં પાંચ વધુ ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે  જૂનાગઢ રિફર કરવામાં આવ્યા.   રાત્રે આ અકસ્માતને કારણે પનઘટ હોટલ પાસે ટ્રાફિક દ્રશ્ય જોવા મળ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા ૧૦૮ની લાઈનો લાગી ગઈ હતી. ટોલ પ્લાઝાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધોરાજી પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે  ઇજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવ્યા હતા. અકસ્માત અંગે ધોરાજી પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોમાં મનુભાઇ બચુભાઇ, ગૌરીબેન મનુભાઇ કુવરિયા, સાગર મનુભાઇ કુવરિયા (ઉ.વ.૨૦) ત્રણેય રાજકોટ, ઉપરાંત રમેશ બચુભાઇ રાઠોડ, કરશન કરમશીભાઇ રાઠોડ, રમેશ બચુભાઇ રાઠોડ, કમળાબેન રાજુભાઇ રાઠોડ, બાબુભાઇ ધારશીભાઇ વઢિયાર બધા રહેવાસી ધોરાજી, દેવાભાઇ જગાભાઇ, શારદાબેન દેવાભાઇ, રેખાબેન, પાયલબેન દેવાભાઇ ચારેય રહેવાસ ગાંધીનગર, સવિતાબેન રમેશભાઇ રહેવાસી શંખેશ્ર્વર, કાંતાબેન રમેશભાઇ રાઠોડ રહેવાસી ધોરાજી વગેરેનો સમાવેશ થાય છે. આ ઇજાગ્રસ્તો પૈકી પાંચને ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News