આર.કે.યુનિવર્સિટીના ફાર્મસીના વિધાર્થીએ ગળેફાંસો ખાધો
અમરેલી પંથકનો અને હાલ ભાવનગર રોડ પર ત્રંબા નજીક આવેલી આર.કે.યુનિવર્સીટીમાં ફાર્મસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો અને ત્યાંજ હોસ્ટેલમાં રહેતો નિખિલ દીપકભાઈ સોલંકી (ઉ.વ.૨૦)નામના છાત્રનો હોસ્ટેલના મમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા હોસ્ટેલના ગૃહપતિ સહિતના દોડી ગયા હતા અને તાકીદે ૧૦૮ જાણ કરતા ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી જઈ ઈએટીએ જોઈ તપાસી નિષ્પ્રાણ હોવાનું જાહેર કયુ હતું. બનાવના પગલે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને પંચરોજકામ કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો.સાથી છાત્રોના કહેવા મુજબ નિખિલ બે દિવસ પહેલા જ ઘરેથી આવ્યો હતો અને આજે સવારે હોસ્ટેલમાં ગણપતિજીની મૂર્તિનો શણગાર કરવા માટે તેને મમાં બોલાવવા માટે ગયા ત્યારે મનો દરવાજો બધં હતો. કેટલુંક ખટખટાવવા છતાં ખોલતો ન હોઈ આથી ગૃહપતિને જાણ કરતા દોડી આવ્યા હતા અને બારીએથી જોતા નિખિલ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. તેને કયાં કારણથી પગલું ભયુ એ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.બનાવની જાણ તેમના માતા–પિતાને કરવામાં આવતા એ પણ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા અને પુત્રના મૃતદેહને જોઈ કલ્પાંત મચાવ્યો હતો
મોબાઈલ પ્રશ્ને ધો.૧૨ની વિધાર્થિનીની આત્મહત્યા
શહેરમાં વાવડી નજીક સવન હાઈટસ નજીક આવેલા આવાસના ૧૧માં માળે કવાર્ટર નં–કે.૧, ૧૦૦૩માં રહેતી યશ્વી દિનેશભાઇ ગોંડલીયા (ઉ.વ.૧૭) નામની સગીરા રાત્રીના ઘરે હતી ત્યારે બારેક વાગ્યાના અરસામાં મમાં છતના હંકમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.રાત્રીના માતા–પિતા ચોથા માળે રહેતા સગાને ત્યાં બેસવા ગયા હતા ત્યારે નાની બહેન નીચે માતા–પિતાને બોલાવવા ગઈ હતી અને પરત આવી મમાં જોતા દીકરી લટકતી હતી. તાકીદે તેને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલએ દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યશ્વી બે બહેનમાં મોટી હતી અને ધો.૧૨માં અભ્યાસ કરતી હતી, પિતા દિનેશભાઇ રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રીના મમાં બંને બહેનો એકલી હતી ત્યારે મોબાઈલ જોવા બાબતે બને વચ્ચે ચડભડ થતા નાની બહેન ખુશી નીચે ચોથા માળે રહેતા સગાને ત્યાં બેસવા ગયેલા માતા–પિતાને બોલાવવા ગઈ હતી ત્યારે પાછળથી બનાવ બન્યો હતો. પુત્રીના મોતથી પરિવારમાં શોક છવાયો છે
બેડી ચોકડી પુલ નીચે યુવકે ઝેર પીધું
મોરબી રોડ પર જકાતનાકા પાસે લાલપરી સરકારી શાળાની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ ગણેશભાઈ અગારા (ઉ.વ.૩૮) નામના યુવકે બપોરે એકાદ વાગ્યાના અરસામાં બેડી ચોકડી પુલ નીચે આવેલા રેલવેના પાટાએ જઈ ઝેરી દવા પી લેતા ઉલટી–ઉબકા કરવા લાગતા પસાર થતાં રાહદારીએ ૧૦૮ને જાણ કરતા યુવકને સિવિલ હોસ્પિટલાએ ખસેડવામાં આવ્યા હતા યાં સારવાર કારગત ન નીવડતા મોત નીપયું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે
બીમારીથી કંટાળી વૃધ્ધાએ એસિડ પીધું
બેડીપરામાં વાસંગી દાદાના મંદિર પાસે રહેતા જોશનાબેન રામજીભાઈ પરમાર (ઉ.વ.૬૦)ના વૃધ્ધાએ ગત તા.૨ના રોજ ઘરે હતા ત્યારે એસિડ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગતરોજના દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાગળો કર્યા હતા. મૃતક વૃધ્ધાને સંતાનમાં એક પુત્ર બે પુત્રી છે. પોતાને કેટલાક સમયથી શ્વાસની તકલીફ હોઈ તેની દવા પણ ચાલુ હતી. બીમારીથી કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે
નવાગામમાં યુવકએ ઝેરી દવા પી લીધી
નવાગામ દિવેલીયાપરામાં રહેતો રવજી ધીભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭) નામના યુવકે રાત્રીના સાડા દસેક વાગ્યે ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યાં ટૂંકી સારવાર બાદ દમ તોડી દેતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી પુરી કરી હતી. આપઘાત કરનાર યુવક એક ભાઈ એક બહેનમાં મોટો હતો અને સંતાનમાં એક દીકરો દીકરી છે. પોતે ગાડી ભરવાનું મજૂરી કામ કરતો હતો. કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતા કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech