ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આગરા–લખનઉ એકસપ્રેસ વે પર એક મુસાફરો સવાર બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં હાહાકાર મચી ગયો હતો. અકસ્માતમાં અત્યાર સુધી પાંચ લોકોના મોતની પુષ્ટ્રી થઇ શકી છે યારે અન્યોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆકં વધવાની શકયતા છે.
બસમાં મુસાફરી કરી રહેલા લોકો મુંડન સંસ્કાર કરીને મથુરાથી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત નસીરપુર પાસે થયો હતો. અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. જેમની હાલ સારવાર ચાલી રહી છે. બસના મુસાફરોએ આશંકા વ્યકત કરી હતી કે બસ ચલાવતી વખતે ડ્રાઈવર ઐંઘી ગયો હશે. જેના કારણે બસ બેકાબુ થઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લખનઉના મોહદ્દીનપુરનો રહેવાસી સંદીપ તેના ચાર વર્ષના પુત્ર સિદ્ધાર્થનું મુંડન કરાવવા મથુરા ગયો હતો. બસમાં તેની સાથે પરિવાર અને સંબંધીઓ સહિત ૨૦ જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. પરત ફરતી વખતે આ કણ અકસ્માત સર્જાયો હતો, જેમાં સંદીપની પત્ની નીતુ (૪૨), પુત્રી લવશિખા (૧૩) અને નૈતિક (૧૫)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યારે અન્ય બે લોકોના પણ સારવાર દરમિયાન મોત
થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMગણેશગઢ ગામ પાસેથી દારુની ૨૬૪ બોટલનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ
December 23, 2024 04:22 PMસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech