હાલારમાં કલ્યાણપુરમાં સૌથી વધુ મોસમનો 40.પ ઇંચ થઇ ગયો: વિજળીના ભારે કડાકા-ભડાકા વચ્ચે 8 થી 10 દરમ્યાન પાંચ ઇંચ વરસાદ: ખંભાળીયા અને દ્વારકાને પણ પાછળ રાખી દીધું: ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ: ભાણવડમાં વધુ અડધો ઇંચ: પંથકમાં સવા ઈંચ: દ્વારકા વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
કલ્યાણપુર પંથક ઉપર મેઘરાજાએ ભારે મહેર કરી છે, થોડા દિવસથી કુલ વરસાદમાં ખંભાળીયા અગ્રેસર રહ્યું હતું, ત્યારબાદ દ્વારકામાં મેઘરાજાએ મુશળધાર વરસાદ વરસાવ્યો, આજે સવારે માત્ર બે કલાકમાં સુપડાધારે પાંચ ઇંચ વરસતા મોસમનો કુલ વરસાદ 1033 મીમી થઇ ગયો છે, વિજળીના ભારે કડાકા ભડાકા વચ્ચે મેઘરાજાએ ર0-20 મેચ રમીને કલ્યાણપુરને તરબતોળ કરી દીધું છે, શહેરમાં 4 થી પ ફૂટ પાણી ભરાયા છે અને ઓચિંતા ભારે વરસાદના કારણે વિજળી ગુલ થઇ ગઇ છે, નીચાણવાળા વિસ્તારોમાં મામલતદાર દોડી ગયા છે.
કલ્યાણપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કલ્યાણપુર શહેરમાં વિજળીના ભારે કડાકા ભડાકા થયા હતા, લોકો પણ ભારે ગભરાય ગયા હતા, ઓચિંતો મેઘો ત્રાટકયો હતો અને જોતજોતામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા, ઠેર ઠેર ચારથી પાંચ ફૂટ પાણી ભરાયા હતા, કલ્યાણપુર શહેરના 70 ટકા વિસ્તારમાં આ લખાય છે ત્યારે વિજળી રાણી ગુલ થઇ ગઇ છે અને નીચાણવાળા વિસ્તારમાં મામલતદાર જાત નિરીક્ષણ કરવા દોડી ગયા છે.
કલ્યાણપુર પંથકના આજુબાજુના ગામડાઓમાં 3 થી પ ઇંચ વરસાદ પડ્યો છે, હજુ ગઇકાલે લોકો મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરતા હતા, પરંતુ મેઘરાજાએ ફરીથી કહેર વરસાવી હતી, કલ્યાણપુર પંથકના તમામ ડેમો અને ચેકડેમો ભરાઇ ગયા છે, અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ 33 મીમી એટલે કે 40.પ ઇંચ થઇ ગયો છે. હવે ખંભાળીયા અને દ્વારકા કરતા પણ મોસમના કુલ વરસાદમાં કલ્યાણપુર આગળ નીકળી ગયું છે.ભારે વરસાદના પગલે વિજળીના કેટલાક થાંભલાઓને નુકશાન થયું છે, અત્યાર સુધીમાં દ્વારકા 983 મીમી બીજા નંબરે તથા ખંભાળીયા 964 મીમી ત્રીજા નંબરે મોસમનો કુલ વરસાદ થયો છે.
ઓચિંતો ભારે વરસાદ થતાં કલેકટર પંડ્યાએ એસડીએમ અને મામલતદારને લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા તાત્કાલિકા કાર્યવાહી કરવા આદેશ આપી દીધો છે, કલ્યાણપુરની સ્થિતિ આજે પણ બગડી છે, ગામડાઓમાં 3 થી પ ઇંચ વરસાદ પડતાં ચારેબાજુ પાણી પાણી થઇ ગયું હતું, આ લખાય છે ત્યારે હજુ પણ વરસાદી માહોલ છે, સાંજ સુધીમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે સાંજથી મહદ અંશે મેઘરાજાએ બ્રેક રાખી હતી. આ વચ્ચે ભાણવડ તાલુકામાં સવા ઈંચ, કલ્યાણપુરમાં આજે સવારે બે કલાકમાં પાંચ ઇંચ સહિત સાર્વત્રિક વિસ્તારોમાં ભારે તેમજ હળવા ઝાપટા વરસ્યા હતા. ગઈકાલે રવિવારે સવારથી ભાણવડ તાલુકામાં ધીમી ધારે એક ઈંચ (25 મી.મી.) તેમજ આજે સવારે વધુ 6 મી.મી. મળી કુલ 31 મી.મી., કલ્યાણપુરમાં સવાર સુધીમાં 25 મી.મી. તથા ખંભાળિયામાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે. ત્યારે દ્વારકામાં મેઘરાજાએ મહદ્ અંશે વિરામ રાખતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. જિલ્લામાં કુલ વરસાદ ખંભાળિયામાં 964, દ્વારકામાં 983, કલ્યાણપુરમાં 912 અને ભાણવડમાં 517 મી.મી. નોંધાયો છે.
દ્વારકામાં તાજેતરના અતિ ભારે વરસાદના પગલે દ્વારકા નગરપાલિકા તથા પોલીસ તંત્ર દ્વારા આવળપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા નવ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. દ્વારકામાં ભરાયેલા કેડસમા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા વિવિધ પ્રકારના મશીનો વડે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech