૨૩ શખ્સો આબાદ ઝડપાયા: પોલીસે પેટમાંથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો
જામનગર શહેર - જિલ્લા માં શ્રાવણીયા જુગાર ની મોસમ પુરબહાર માં ખીલી છે. ગઈકાલે પણ પોલીસે જુગાર અંગે કુલ પાંચ સ્થળો એ દરોડા પાડ્યા હતા. ૨૩ શખ્સો ને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.
જામનગરના ગોકુલ નગર શિવ નગરમાં જાહેરમાં ગંજીપાના થી જુગાર રમતા પીઠાભાઈ સામતભાઈ કનારા , ખીમાભાઈ સામતભાઈ ગાગીયા , રાજેશ વલ્લભભાઈ જોશી , મૂળજીભાઈ ભીમજીભાઇ ઠાકર અને હરસુખભાઈ મોહનભાઈ જોગિયા ને રૂ. ૭૪૮૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.
જુગારનો બીજો દરોડો લાલપુરમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ઇમરાન હાજીભાઈ લાખા , અહેમદ હુસેનભાઇ ધુંધા, મોહમ્મદ આવેશ શબ્બીર હસાનિયા અને અલીમામદ ચંનાણી ને રૂ.૧૫૫૦૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જુગાર અંગે નો ત્રીજો દરોડો જોડિયા તાલુકા નાં જીરાગઢ ગામ ની સીમ માં પાડવામાં આવ્યો હતો. અને અહીંથી જુગાર રમી રહેલા કિસન લાલજીભાઈ અદારીયા , રાહુલ ભીમાભાઇ અદારીયા, કૈલાશ અવચરભાઈ અદારિયા , સુરેશ રમેશભાઈ દેલવાણીયા વસંતભાઈ દામજીભાઈ ચૌહાણ મેરા ભાઈ દેવાભાઈ ગમારા અને ચિરાગ મનસુખભાઈ બાબરીયા ને રૂ.૧૦૯૬૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જ્યારે જુગારનો ચોથો દરોડો જામનગર ના ૪૦ - દિ .પ્લોટ કમલિયા વાસ માં પાડવામાં આવ્યો હતો. અને મહેન્દ્ર પરસોતમભાઈ ગોરી, વિજય ખીમજીભાઇ કટારમલ , રાજેશ સુરેશભાઈ ગજરા તથા રાયસંગ રતનજી જાડેજા ને રૂ.૪૫૫૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત જામનગરના બેડી વિસ્તારમાં વરલીના આંકડાનો જુગાર રમતા ઇસા દાઉદભાઈ સુંભાનિયા, મુસ્તાક હનીફભાઈ પઠાણ અને કાસમ આમદભાઈ સોઢા ને રૂ ૮૧૭૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા જ્યારે હશન નુરમામદભાઈ જેડા ફરાર થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુવાડવામાં 25 કાચા, 8 પાકા અને એક ગેરેજ પર બૂલડોઝર ફરી વળ્યું, 4 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ
April 15, 2025 03:26 PMજિલ્લાના હીરા ઉદ્યોગકાર અસમંજસમાં
April 15, 2025 03:25 PMનવનિયુક્ત ભાવનગર જિલ્લા કલેક્ટર મનિષકુમારએ ચાર્જ સંભાળ્યો
April 15, 2025 03:24 PMગઇકાલે ૪૨.૨ ડિગ્રી તાપમાન બાદ આજે પણ ભાવનગર અગનભઠ્ઠી
April 15, 2025 03:23 PMમહાપાલિકાની જાદુગરી ! સતત ત્રીજા વીકમાં ઓન રેકર્ડ રોગચાળો ઘટાડ્યો
April 15, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech