જામનગર પંથકમાં પ મહિલા સહિત ૧૮ જુગારી ઝબ્બે

  • December 09, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડ જીઆઇડીસી, મસીતીયા અને જોડિયામાં દરોડા : કુલ ૪૦ હજારની મત્તા કબ્જે

દરેડ જીઆઇડીસી ફેસ-૨માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા છ શખ્સોને ૧૨૮૫૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા, તેમજ મસીતીયા ગામમાં પાના ટીંચતા ચાર શખ્સ ઝપટમાં આવ્યા હતા, જયારે જોડીયામાં જાહેરમાં પાના ટીંચતી ૫ મહિલા સહિત ૮ની ૧૧ હજારની મત્તા સાથે અટકાયત કરવામાં આવી હતી.
દરેડ જીઆઇડીસી ફેસ-૨માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દરેડના મુન્ના સુભાનંદપ્રસાદ યાદવ, ફેસ-૩માં રહેતા કિશન હરી નેપાળી, શંકરપ્રકાશ બુઢા નેપાળી, વિજેન્દ્ર ઉમેશ રાજભર, સાહેબ અર્જુન પાસવાન અને મસીતીયા રોડ પર રહેતા વિજેન્દ્ર લાલાપ્રસાદ ગોપ નામના શખ્સોને પંચ-બી પોલીસે રોકડા ૧૨૮૫૦ અને ગંજીપત્તા સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં મસીતીયા ગામના જુના પાણીના ટાંકા પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મસીતીયાના અબ્બાસ ઉમર ખફી, અબુ જુમા ખફી, મુસા વલીમામદ ખફી અને લતીફ મુસા ખફીને રોકડા ૧૬૪૦૦ અને ગંજીપતા સાથે પંચ-બી પોલીસે દબોચી લીધા હતા. આ બંને દરોડાની કાર્યવાહી પીએસઆઇ મોઢવાડીયાની સુચનાથી સ્ટાફ કરવામાં આવી હતી.
અન્ય દરોડામાં જોડીયામાં હાટકેશ્ર્વર મહાદેવ મંદિર પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મંડપ સર્વિસવાળા રાજેશપરી મગનપરી ગોસ્વામી, ધરમચોકમાં રહેતા તોસીફ કાસમ જીંદાણી, મેહુલપરી દિનેશપરી ગોસ્વામી તેમજ હંસાબેન જીજ્ઞેશ ગોસ્વામી, પરા વિસ્તારના ડીમ્પલબેન જયદીપગીરી ગોસાઇ, લક્ષમીપરાના વીણાબેન હર્ષદ મકવાણા, કમળાબેન હેમલપરી ગોસ્વામી અને આરતીબેન હેમલપરી ગોસ્વામીની અટકાયત કરી હતી, દરોડા દરમ્યાન ૧૧૨૮૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.
***
કલ્યાણપુરમાં પત્તા ટિંચતા પાંચ જુગારીઓ ઝડપાયા: દ્વારકામાં એકી-બેકીનો જુગાર રમતા બે ઝબ્બે

કલ્યાણપુરના દેવળીયા ગામના પાટીયા પાસેથી પોલીસે સરકારી ખરાબામાં બેસી અને તીનપત્તીનો જુગાર રમી રહેલા ઝીણા કારા પરમાર, ભુરા વિરમ પરમાર, માલદે નાથા જાડેજા, આલા મશરી જાડેજા અને મુન્ના કારા પરમારને ઝડપી લઇ, રૂપિયા ૩,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દ્વારકા પોલીસે ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા જીતેશ જીણા કોરડીયા અને અમજદખાન સરદારખાન પઠાણને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
***
નવાગામ ઘેડમાં વર્લી મટકાનો જુગાર
નવાગામ ઘેડ વિસ્તારમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા બે શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા.
જામનગરના નવાગામ ઘેડ, હનુમાનચોકમાં રહેતા પ્રદિપ કાનજી રાઠોડ અલગ અલગ જગ્યાએથી વર્લીના આંકડા લખી આ વિસ્તારમાં રહેતા  રોહિત વિશાલ શિંગાળા નામના શખ્સે કપાત આપી બંને જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા સીટી-બી પોલીસે પકડી પાડી રોકડા ૬૮૦ અને વર્લીનું સાહિત્ય કબ્જે કર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application