આજે રાષ્ટ્ર્રપતિ ભવનમાં ભારત રત્ન સમારોહનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ દેશની પાંચ પ્રતિિત હસ્તીઓને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરશે. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સિવાય અન્ય ચાર વ્યકિતત્વો (ભૂતપૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ, ભૂતપૂર્વ સીએમ કર્પુરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ.એસ. સ્વામીનાથન)ને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે. સન્માનિતોના પરિવારજનોને મેડલ અને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવશે. બિહાર માટે પણ આજનો દિવસ ઐતિહાસિક ક્ષણ છે.
ભાજપના સૌથી વરિ અને શકિતશાળી નેતા ગણાતા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વેાચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવશે. અડવાણીને ૩૧મી માર્ચે તેમના નિવાસસ્થાને ભારત રત્ન આપવામાં આવશે. માનવામાં આવે છે કે, આ દરમિયાન પીએમ મોદી સહિત પાર્ટીના અન્ય ઘણા મોટા નેતાઓ હાજર રહી શકે છે. તમને જણાવી દઈએ કે, આજે જે લોકોનું સન્માન કરવામાં આવશે તેમાં કર્પૂરી ઠાકુર, એમએસ સ્વામીનાથન, ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. તેમને આ સન્માન મરણોત્તર આપવામાં આવી રહ્યું છે. લાલ કૃષ્ણ અડવાણીની તબિયત સારી નથી તેથી તેમને બીજા દિવસે એટલે કે ૩૧ માર્ચે તેમના નિવાસસ્થાને 'ભારત રત્ન' આપવામાં આવશે.'ભારત રત્ન'થી સન્માનિત વ્યકિતને ઘણી સરકારી સુવિધાઓ મળે છે. આ પુરસ્કારથી સન્માનિત વ્યકિતને રેલવે તરફથી મફત મુસાફરીની સુવિધા મળે છે.
શું છે ભારત રત્ન એવોર્ડ?
'ભારત રત્ન' દેશનો સર્વેાચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ એવોર્ડ એવી વ્યકિતને આપવામાં આવે છે જેણે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને સર્વેાચ્ચ સેવા આપી હોય. આ પુરસ્કાર જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના ઉત્કૃષ્ટ્ર કાર્ય માટે આપવામાં આવે છે. આ એવોર્ડની શઆત ૨ જાન્યુઆરી, ૧૯૫૪ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્ર્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્રારા કરવામાં આવી હતી. આ સન્માન જીવિત અને મરણોત્તર લોકોને આપવામાં આવે છે. આ સન્માન વર્ષમાં વધુમાં વધુ ૩ લોકોને જ આપવામાં આવે છે
એવોર્ડ કેવી રીતે પસદં કરવામાં આવે છે?
માનવીય પ્રયત્નોના કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા અથવા સર્વેાચ્ચ સ્તરની કામગીરીની માન્યતામાં તેને પુરસ્કાર આપવામાં આવે છે. વડાપ્રધાન 'ભારત રત્ન' માટે રાષ્ટ્ર્રપતિને સીધી ભલામણ કરે છે. આ એવોર્ડ માટે કોઈ ઔપચારિક ભલામણની જર નથી. એવોર્ડ પ્રા કર્યા પછી પ્રાકર્તાને રાષ્ટ્ર્રપતિ દ્રારા હસ્તાક્ષરિત સનદ (પ્રમાણપત્ર) અને મેડલ આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech