પાછલા તળાવ, દિ.પ્લોટમાં પોલીસ પ્રગટી : માંડાસણ પાસે બાઇકમાં દારૂની બાટલી સાથે બે ઝપટે ચડયા
જામનગરના પાછલા તળાવ, 58 દિ.પ્લોટ, 49 રોડ અને બુટાવદરથી માંડાસણ રોડ પર ચેકીંગ દરમ્યાન પાંચ શખ્સોને ઇંગ્લીશ દારૂની બોટલો સાથે પકડી લીધા હતા અને આ બોટલો કયાથી મેળવી એ અંગે પુછપરછ હાથ ધરી હતી.
જામનગરના હવાઇચોક ભાનુશાળીવાડમાં રહેતા મિલન ઉર્ફે બતક જેન્તી જોઇસર નામના શખ્સને પાછલા તળાવ પાસેથી ઇંગ્લીશ દારૂની 6 બોટલ લઇને નીકળતા સીટી-એ પોલીસે પકડી લીધો હતો અને દા અંગે પુછપરછ કરી હતી. જયારે શહેરના હિંગળાજ ચોક, બાળકોના સ્મશાન પાસે રહેતા મથુરદાસ મંગલદાસ માવને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે 58 દિ.પ્લોટ વિસ્તારમાંથી દબોચી લીધો હતો.
આ ઉપરાંત મચ્છરનગરમાં રહેતા હર્ષ સુરેશ પાણખાણીયા નામના શખ્સને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે દિ.પ્લોટ 49 રોડ પરથી પકડી પાડયો હતો. તેમજ જામજોધપુરના બુટાવદર દરબારવાસમાં રહેતા કરણસિંહ ઉર્ફે કરણ ખુમાનસિંહ જાડેજા અને ઉપલેટાના પડવલા ગામના ઇલીયાસ ઇકબાલ નોયડા આ બંને શખ્સો મોટરસાયકલ નં. જીજે10સીઓ-6076માં માંડાસણ જવાના રસ્તેથી નીકળતા શેઠવડાળા પોલીસે આંતરીને તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારૂની એક બોટલ મળી આવી હતી આથી બાઇક, બે મોબાઇલ અને બોટલ મળી 21500નો મુદામાલ જપ્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech