પોરબંદરમાં વીર ભનુની ખાંભીથી નિરમા ફેકટરી સુધી સ્ટ્રીટલાઇટ ફીટ કરવા માંગ થઇ છે.
પોરબંદર નગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી અગાઉથી પોલ ફીટ કરેલ હોય પરંતુ તેમના પર લાઇટો ફીટ કરવામાં આવેલ ના હોય અને હાલ રસ્તો ગામની વચ્ચેથી પસાર થાય છે અને આ રસ્તાની વચ્ચે ૧૦થી વધુ સ્કૂલો કોલેજોનો રસ્તો પસાર થાય છે તેમજ અનેક રાહદારીઓ ત્યાંથી પસાર થાય છે. રાતના અંધારાના હિસાબે રાત્રે બિરલાના કામદારો નીકળતા હોય છે તેમજ અનેક બિરલા કંપનીના મોટા હેવી વાહનો પસાર થાય છે. જેમના હિસાબે અનેક અકસ્માત ભૂતકાળમાં થયેલ છે. જેમાં ઘણાના હાથપગ ભાંગેલ છે અથવા તો અમુક કિસ્સામાં મૃત્યુ પણ થયેલ છે. જેમાં મહદ અંશે પોરબંદર નગરપાલિકાના તેમજ હાલ મહાનગરપાલિકાના વહીવટકર્તાઓ અને અધિકારીઓની બેજવાબદારભરી નીતિના હિસાબે સામાન્ય જનતાએ ભોગવવું પડી રહ્યુ છે.
અમોની આપને અરજ છે કે તાત્કાલિક ધોરણે નિર્ણય લઇને સ્ટ્રીટલાઇટો ફીટ કરાવવા અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech