ફિશીંગ માટે દરિયામાં જવાનું 1 ઓગસ્ટ થી ચાલુ થશે
સરકાર દ્વારા દર વર્ષે એક જૂનથી ફિશીંગ માટે દરિયામાં જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે જે પ્રતિબંધ 1 ઓગસ્ટ નાં રોજ ખૂલે છે. આ બે મહિના માટે દરિયામાં જવા ઉપર પ્રતિબંધ હોઈ છે. જે અનુસંધાને સલાયા બંદરે પણ ફિશીંગ બોટો મોટી સંખ્યામાં લંગારવા માં આવી છે. આ બે મહિના ના સમય દરમ્યાન વરસાદી વાતાવરણ હોઈ દરિયામાં જવું જોખમી હોઈ છે અને આં સમય માછલીઓ માટે પ્રજ્જનન નો સમય હોઈ છે જેથી સરકાર દ્વારા આં પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ સીઝન દરમ્યાન સલાયામાં ફિશરમેનો પોતાની બોટ રિપેર કરે છે અને આવનારી નવી સીઝન માટે તૈયાર કરે છે. આમ આજથી બંદર ઉપર બોટોના ઢગલા ખડકાઈ જસે.આં બે માસના સમયમાં સલાયામાં વસતા ફિશરમેન પોતાના પરિવારના સામાજિક કાર્યો જેવાકે લગ્ન, સગાઈ વગેરે કરે છે.
તેમજ મકાનમાં રીપેરીંગ કામો પણ મોટી સંખ્યામાં થાય છે. જોકે બે માસના સમય માટે ફિશીંગ બંધ હોઈ નાના ફિશરમેન ભાઈઓને થોડી આર્થિક તકલીફો પણ રહે છે. પાછી ગઈ સીઝન ફિશીંગ માટે થોડી નબળી રહી હોઈ ફિશર મેન ભાઈઓ ચિતિંત છે. સલાયામાં આં સમયને આખરનો સમય કહેવામાં આવે છે. આ સમયમાં અનાજના વ્યાપારી મિત્રોને પણ ધંધા થોડા મંદ પડે છે. સામે મંડપ,કટલરી,કપડાં,બુટ ચપ્પલ વગેરે જેવી દુકાનોમાં ભીડ જોવા મળે છે. હાલ તો બંદર ઉપર બોટો લાંગરવાનું કામ ચાલુ થઈ ગયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનું ઘટીને રૂા.૯૯,૧૦૦: અખાત્રીજના મુહર્ત માટે ગ્રાહકોની ભાવ ઘટાડા પર મીટ
April 24, 2025 03:31 PMવાવડી ટીપી સ્કિમ નં.૨૬ અને ૨૭માં ૧૯૬ ફૂટ પહોળા રોડ, મહાપાલિકાને ૧૬૫ પ્લોટ મળશે
April 24, 2025 03:20 PMસુરતમાં શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રા નીકળી, પરિવારનું હૈયાફાટ રુદન
April 24, 2025 03:19 PMસર્વેશ્વર વોંકળાનું કામ ઝડપી બનાવવા એક એજન્સીને બબ્બે કામનો કોન્ટ્રાકટ
April 24, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech