પોરબંદરના બંદર સહિતના માચ્છીમારી વિસ્તારો આવતીકાલે રહેશે બંધ

  • December 25, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૬મી ડિસેમ્બરે પોરબંદરના બંદર વિસ્તાર સહિતના માછીમારી વિસ્તારો જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુકત પાણીના પ્રોજેકટને રદ કરાવવાની માંગ સાથે બંધ પાળશે.પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિના પ્રમુખ(વાણોટ) પવનભાઇ જીવાભાઇ શિયાળ તથા ઉપપ્રમુખ તેમજ પંચપટેલ ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે કે આથી પોરબંદર ખારવા સમાજ દ્વારા જાણ કરવામાં આવે છે કે આગામી તા.૨૬-૧૨-૨૦૨૪ ગુ‚વારના રોજ ગુજરાત રાજ્યના દરિયા કિનારાના માછીમાર ગામો અડધો દિવસ પોતાના કામધંધા બંધ રાખી જેતપુર સાડી ઉદ્યોગના ગંદા પાણીને દરિયામાં ઠાલવવાનો વિરોધ નોંધાવશે તેના સમર્થનના ભાગ‚પે પોરબંદર બંદર વિસ્તારના માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો દ્વારા અડધો દિવસ પોતાના કામધંધા બંધ રાખી આ વિરોધનું સમર્થન કરશે. 
તેમજ આવનારા દિવસોમાં આ પ્રશ્ર્ન બાબતે સરકાર સામે ઉગ્ર લડત તેમજ પોરબંદર બંધ રાખવા માટે ગામની તમામ જ્ઞાતિ તેમજ સંસ્થાઓને સાથે રાખી હવે પછી જાહેર કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application