પાકિસ્તાન ઉપરની સ્ટ્રાઈક બાદ પોરબંદર સહિત રાજ્યના માછીમારોને કરાયા સાવચેત

  • May 08, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાન ઉપર કરેલી સર્જીકલ સ્ટ્રાઈક બાદ દરિયામાં માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે અને આઈ.એમ.બી.એલ. નજીક નહી જવા અપીલ કરવામાં આવી છે.
વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાને લઇ રાષ્ટ્રીય સુરક્ષા ના સંદર્ભે અગમચેતી ના પગલા ના ભાગ ‚પે પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી માછીમારી ને નો ફિશિંગ ઝોન નજીક માછીમારી ન કરવા સહિતની કેટલીક સુચના આપવામાં આવી છે 
પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક ટી જે કોટિયા દ્વારા પરિપત્ર જાહેર કરી  જીલ્લાના તમામ માછીમારો, એસોસિએશનો તથા આગેવાનો ને જણાવ્યું છે કે  તાજેતરમાં પ્રવર્તતી સુરક્ષા પરિસ્થિતિ ને ધ્યાને લેતાં નજીકના સમયગાળામાં દેશ વિરોધી  તત્વો દ્વારા દરિયાઈ માર્ગ મારફત કે વિસ્તારોમાં દેશદ્રોહી પ્રવૃતિની સંભાવના હોવાથી સુરક્ષાના પગલાં વધારવાની આવશ્યકતા  છે. 
આથી પ્રવતમાન પરિસ્થિતીને ધ્યાને લઈ રાજ્યની દરિયાઈ સુરક્ષાના હેતુસર વડી કચેરી, ગાંધીનગરના  પત્રથી થયેલ સૂચના અન્વયે  અગમચેતીના પગલા કડકપણે અનુસરવા સૂચના આપવામાં આવે છે.
જેમાં રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીરતાથી લઈ માછીમારી બોટોને સંવેદનશીલ નો ફીશીંગ ઝોન, જખૌ નજીકના સરક્રીક વિસ્તાર તથા આઈ.એમ. બી. એલ. ઓળંગીને, આઈ. એમ. બી. એલ.  નજીક માછીમારી કરવા ન જવા  સુચના આપવામાં આવી  છે.
ફીશરીઝ ગાર્ડ,અધિકારી,કર્મચારી દ્વારા માછીમારી માટે જતી ફીશીંગ બોટોની ચકાસણી કરવી. તેમજ કલર કોડ , માન્ય ફોટો આઈ.ડી. પ્રુફ, ફીશીંગ બોટમાં ફીશીંગ માટેના જરુરી અસલમાં દસ્તાવેજ જેવા કે લાયસન્સ, રજીસ્ટ્રેશન વગેરે વિગતો છે કે કેમ તેની ચકાસણી કરવી. 
આ બાબતની ચકાસણી કર્યા બાદ જ જરૂરિયાત મુજબનાં સાધનો અને દસ્તાવેજો હોય તો જ ફીશીગ માટે જવા દેવા સ્ટાફ ને સુચના આપવામા આવી છે.રાજ્યના દરિયામાં કે દરિયાકાઠે કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય કે કોઈ શંકાસ્પદ અજાણી વ્યક્તિ, બોટ જણાય તો સ્થાનિક બોટ, માછીમાર એસોસીએશન, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ કે કોસ્ટલ સિક્યુરીટી હેલ્પલાઇન નંબર ૧૦૯૩ તુરત જ જાણ કરવા જણાવાયું છે 
કોઈપણ બોટ માલિક, ટંડેલ, ખલાસીને ફિશરીઝ વિભાગ સિવાય અન્ય કોઈપણ વિભાગ દ્વારા કે વ્યક્તિ દ્વારા બોટ કે બોટમાં લગાવેલ ટ્રાન્સપોન્ડર્સ (એ. આઈ એસ )ના ફોટોગ્રાફ્સ, માહિતી કે અન્ય કોઈ વિગતો માટે ફોન કે વોટસઅપ  કોલ આવે તો આવી માહિતી આપવી, મોકલવી નહીં. કોઈપણ બોટ માલિક, ટંડેલ, ખલાસીને આ પ્રકારના ખોટા, ત્રાહિત વ્યક્તિના ફોન કે વોટસઅપ  કોલ આવે તો તાત્કાલિક ફિશરીઝ વિભાગ કે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. તથા દેશની સુરક્ષા વિરોધી કોઈ ઘટના ધ્યાને તો તેની જાણ તાત્કાલિક સ્થાનિક સુરક્ષા એજન્સીઓ જેવી કે સ્થાનિક મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને કરવા સુચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application