જમ્મુ–કાશ્મીરમાં ૧૦ વર્ષના લાંબા અંતરાલ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાયની ૨૪ વિધાનસભા બેઠકો પર સવારે ૭ વાગ્યાથી મતદાન શ થઈ ગયું છે. જેમાં કાશ્મીરની ૧૬ અને જમ્મુની આઠ સીટોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના પ્રમુખ મહેબૂબા મુતીની પુત્રી ઇલ્તિજા મુતી (શ્રીગુફવારા–બિજબેહારા), ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના મહાસચિવ અને ભૂતપૂર્વ મંત્રી ગુલામ અહેમદ મીર (દૂ), ચાર વખત ધારાસભ્ય અને માકર્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીનાના પીઢ નેતા એમવાય તારીગામી (કુલગામ), ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિ નેતા પીરઝાદા સઈદ (અનંતનાગ) અને નેશનલ કોન્ફરન્સ (એનસી)ના સકીના ઇટુ (ડીએચ પોરા)નું ભાવિ નક્કી થશે.
ઉધમપુર અને દિલ્હીમાં ૬૪૮ વિદેશી કાશ્મીરી મતદારોએ ઉધમપુરના એક અને દિલ્હીમાં ચાર ખાસ મતદાન મથક પર મતદાન કરવા માટે નોંધણી કરાવી છે. કાશ્મીર ખીણમાંથી વિસ્થાપિત થયેલા મોટાભાગના કાશ્મીરી પંડિતો દિલ્હીમાં રહે છે, પરંતુ માત્ર ૬૦૦ જેટલા લોકોએ ચૂંટણીમાં મતદાન કરવા માટે નોંધણી કરાવી છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કાશ્મીરી પંડિત સમુદાયના છ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
જમ્મુ–કાશ્મીરના સાત જિલ્લાની ૨૪ વિધાનસભા બેઠકો પર સુરક્ષા દળો અને એજન્સીઓ દ્રારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં ૪, જમ્મુમાં ૧૯ અને ઉધમપુરમાં ૧ વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
૨૩ લાખથી વધુ મતદારો
જમ્મુ–કાશ્મીરના સાત જિલ્લાની ૨૪ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે. ૨૪ બેઠકો પર ૯૦ અપક્ષ સહિત ૨૧૯ ઉમેદવારો માટે ૨૩ લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સ્થળાંતરિત કાશ્મીરી પંડિતો દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાના ૧૬ વિધાનસભા મતવિસ્તારોમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
પીએમ મોદીએ કરી મતદાનની અપીલ
પીએમ મોદીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શઆત સાથે, હત્પં આજે મતદાન કરનાર તમામ મતવિસ્તારના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કં છું. હત્પં ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કં છું
૧૩ મુખ્ય પક્ષો વચ્ચે હરિફાઈ
પ્રથમ તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં ૨૫ સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કામાં ૧ ઓકટોબરે મતદાન થવાનું છે. આ તમામ તબક્કાના પરિણામો ૮ ઓકટોબરે આવશે. ૯૦ બેઠકો ધરાવતી વિધાનસભામાં ૧૩ મુખ્ય પક્ષો વચ્ચે હરિફાઈ જોવા મળશે. પ્રાદેશિક પક્ષોમાં મહેબૂબા મુતીની આગેવાની હેઠળની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્યપે મેદાને છે. નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે
૩૫ હજાર કાશ્મીરી પંડિતો મતદાન કરશે
જમ્મુ અને કાશ્મીરમાં દેશભરમાં રહેતા ૩૫,૦૦૦ થી વધુ વિસ્થાપિત કાશ્મીરી પંડિતો ૨૪ મતદાન મથકો પર મતદાન કરવા માટે પાત્ર છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાની ૧૬ વિધાનસભા મતવિસ્તારોમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech