રાજકોટ એઇમ્સમાં ફેફસાના દર્દીનું સૌ પ્રથમ વિડિયો બ્રોન્કોસ્કોપીથી કરવામાં આવ્યું નિદાન

  • February 22, 2023 01:28 AM 

શ્વાસનળીમાં આધુનિક ટેક્નોલોજી સજ્જ દૂરબીન ઉતારીને કરવામાં આવી બાયોપ્સી 


એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને પલ્મોનરી મેડિસિન વિભાગના વડા પ્રો. ડો.કર્નલ સીડીએસ કટોચે સાથે રહી કર્યું નિદાન 

  


આજકાલ - રાજકોટ
 
રાજકોટ એઈમ્સમાં આજે ફેફસાના દર્દીના ચોક્કસ નિદાન માટે સૌ પ્રથમ વિડિયો બ્રોન્કોસ્કોપી અને બ્રોન્કોસ્કોપિક કરવામાં આવી હતી. આ નિદાન એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને પલ્મોનરી મેડિસિન વિભાગના વડા પ્રો. ડો.કર્નલ સીડીએસ કટોચ અને નિષ્ણાત તબીબ ડો.કૃણાલ દેવકર અને ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું. 
બ્રોન્કોસ્કોપીથી  દર્દીને શ્વાસનળી કે ફેફસામાં શું તકલીફ છે તે દૂરબીન અંદર સુધી ઉતારીને જોઈ શકાય છે  અને તેના આધારે આગળની સારવાર આપવામાં આવે છે. આ સમગ્ર નિદાન વખતે દર્દી અને તેમની સાથેના સ્વજન ટીવી સ્ક્રીન પર પર લાઈવ જોઈ શકે છે. 

અત્રે ઉલ્લેખનીય છે  કે, રાજકોટ એઇમ્સમાં હજુ ફૂલ પ્લેસમાં શરૂ નથી થઈ એમ છતાં હાલ 65 જેટલા અનુભવી તબીબો કાર્યરત છે અને ઓપીડી તપાસી રહ્યા છે. આ વચ્ચે આજે  સૌ પ્રથમ વિડિયો બ્રોન્કોસ્કોપી અને બ્રોન્કોસ્કોપિક કરવામાં આવી હતી. 




રાજકોટ એઇમ્સની સારવાર ગુજરાતમાં શ્રેષ્ઠ બનાવવા પ્રયાસ:  ડો.કર્નલ સીડીએસ કટોચ (એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર)

રાજકોટ એઇમ્સએ આવતા સમયમાં ગુજરાત-સૌરાષ્ટ્રનું એક હેલ્થ મોડેલ તરીકે ઉભરી આવશે અને આ માટે અમારા દ્વારા ગ્રાઉન્ડ લેવલથી તમામ કામગીરી કરવામાં આવી રહી છે.  હાલમાં ઓપીડી સેવા કાર્યરત છે. વધુમાં પલ્મોનરી વિભાગમાં દર્દીઓને  પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, ફેફસાના વોલ્યુમ અને ડિફ્યુઝન સ્ટડીઝ, ઇમ્પલ્સ ઓસિલોમેટ્રી, કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટ અત્યાધુનિક સાધનો સાથે કરી સચોટ નિદાન કરવામાં આવી રહ્યું છે.



બ્રોન્કોસ્કોપી શું છે અને કેવી રીતે કરવામાં આવે છે જાણો...

બ્રોન્કોસ્કોપી એ એક તકનીક છે જે ડૉક્ટરને ફેફસાના આંતરિક ભાગની તપાસ કરવાની મંજૂરી આપે છે. આ હેતુ માટે બ્રોન્કોસ્કોપનો ઉપયોગ થાય છે. આ માટે એક પાતળી, લવચીક ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં પ્રકાશ અને લેન્સ અથવા નાના વિડિયો કેમેરા હોય છે. તમારા નાક અથવા મોં દ્વારા, તમારી ગરદનની નીચે, તમારા શ્વાસનળી (વિન્ડપાઇપ) દ્વારા અને તમારા શ્વાસનળી અને શ્વાસનળીમાં ટ્યુબ તમારા ફેફસાંની વાયુમાર્ગ (શ્વાસનળી અને શ્વાસનળી) માં દાખલ કરવામાં આવે છે.





બ્રોન્કોસ્કોપીનો હેતુ શું છે?

વિવિધ કારણોસર બ્રોન્કોસ્કોપીની જરૂર પડી શકે છે:

તમને ફેફસાંની સમસ્યા શા માટે થઈ રહી છે તે જાણવા માટે ડૉક્ટરની સલાહ બાદ બ્રોન્કોસ્કોપી કરવામાં આવે છે.

આ પરીક્ષણ ફેફસાંના વાયુમાર્ગમાં અસાધારણતાના સ્ત્રોતને નિર્ધારિત કરવા માટે કરવામાં આવે છે (જેમ કે શ્વાસ લેવામાં તકલીફ અથવા લોહી ઉધરસ આવવી).

શરીરના શંકાસ્પદ ભાગમાં કે જ્યાં કેન્સરગ્રસ્ત હોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application