ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ 2024 ની જોગવાઈ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ સચિવે અલગ અલગ 13 ફેકલ્ટીના ડીન જાહેર કયર્િ છે. મોટાભાગે ફેકલ્ટીના ડીન તરીકે યુનિવર્સિટી કેમ્પસ પરના ભવનમાંથી જ સિનિયર પ્રોફેસરોની પસંદગી થતી હોય છે. પરંતુ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેર કરાયેલ 13 ફેકલ્ટી માંથી 11 ફેકલ્ટીમાં કોલેજના સિનિયર પ્રોફેસરોને આ માટે લેવાયા છે જ્યારે બે ફેકલ્ટીમાં ભવનના સિનિયર પ્રોફેસરોને તક મળી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલી જાહેરાત મુજબ આર્ટસ ફેકલ્ટીમાં નયનાબેન અંટાળા એજ્યુકેશનમાં નિદતભાઈ બારોટ સાયન્સમાં કલ્પેશભાઈ ગણાત્રા કાયદામાં જ્યોતિબેન ભગત મેડિસિનમાં જતીનભાઈ ભટ્ટ કોમર્સમાં પ્રીતિબેન ગણાત્રા મેનેજમેન્ટમાં સંજયભાઈ ભાયાણી આર્કિટેકટ માં દેવાંગ પારેખ હયુમીનીટી અને સોશિયલ સાયન્સમાં સામંત પુરોહિત કોમ્પ્યુટર સાયન્સમાં ચંદ્રેશ કુંભારાણા ગ્રામ્ય વિદ્યા શાખામાં નટવરલાલ ઝાટકિયા હોમ સાયન્સ માં દક્ષાબેન મહેતા અને લાઈફ સાયન્સમાં રાહુલ કુંદુ ને નિમણૂક આપવામાં આવી છે.
યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં ફરજ બજાવતા સિનિયર મોસ્ટ પ્રોફેસરો પ્રાપ્ય ન થતા સિનિયર મોસ્ટ આચાર્યોને જે તે ફેકલ્ટીના ડીન જાહેર કરવામાં આવ્યા છે. જયાં આવા પ્રોફેસર કે આચાર્ય પણ ઉપલબ્ધ નથી તેવી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં જે તે ફેકલ્ટીના યુનિવર્સિટી ભવનના સિનિયર પ્રોફેસરોને ડીન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આજે જે યાદી જાહેર કરવામાં આવી છે તે સંભવિત છે અને તેની સામે જો કોઈને વાંધા હોય તો તારીખ ત્રણ ઓક્ટોબરના સાંજે છ વાગ્યા સુધી ઓનલાઇન વાંધા રજુ કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech