પ્રખ્યાત બાયોકેમિસ્ટ ગોવિંદરાજન પધ્મનાભનના નામની પ્રથમ વિજ્ઞાન રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સરકારે આ વર્ષે વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવતા આ સર્વેાચ્ચ એવોર્ડની શઆત કરી છે. સરકાર દ્રારા ૩૩ રાષ્ટ્ર્રીય વિજ્ઞાન પુરસ્કારોની જાહેરાત કરવામાં હતી, જેમાં યુવા વૈજ્ઞાનિકો માટે ૧૮ વિજ્ઞાન યુવા પુરસ્કારો, ૧૩ વિજ્ઞાન શ્રી પુરસ્કારો અને એક વિજ્ઞાન ટીમ પુરસ્કારનો સમાવેશ થાય છે. સાયન્સ ટીમ એવોર્ડ 'ટીમ ચંદ્રયાન–૩'ને આપવામાં આવશે. સરકારે આ વર્ષની શઆતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં સંશોધકો, ટેકનોલોજિસ્ટ અને સંશોધકોના ઉત્કૃષ્ટ્ર અને પ્રેરણાદાયી વૈજ્ઞાનિક, તકનીકી અને નવીન યોગદાનને માન્યતા આપવા માટે આ પુરસ્કારોની જાહેરાત કરી હતી.
વિજ્ઞાન શ્રી પુરસ્કારથી સન્માનિત વૈજ્ઞાનિકોમાં ખગોળશાક્રી અન્નપૂર્ણિ સુબ્રમણ્યમ, કૃષિ વૈજ્ઞાનિક આનંદરામકૃષ્ણન સી, અવેશ કુમાર ત્યાગી (પરમાણુ ઊર્જા), પ્રો. ઉમેશ વાશ્ર્નેય અને પ્રો. જયતં ભાલચદ્રં ઉદગાંવકર (બંને જૈવિક વિજ્ઞાન ક્ષેત્રે), પ્રો. સૈયદ વજીહ અહેમદ નકવી (પૃથ્વી વિજ્ઞાન), પ્રો. ભીમ સિંહ (એન્જિનિયરિંગ સાયન્સ), પ્રો. આદિમૂર્તિ વગેરે અને પ્રો. રાહત્પલ મુખર્જી (ગણિત અને કોમ્પ્યુટર સાયન્સ), પ્રો. ડો.સંજય બિહારી (મેડિકલ), પ્રો. લમણન મુથુસામી અને પ્રો. નબા કુમાર મંડલ (ભૌતિકશાક્ર) અને પ્રો. રોહિત શ્રીવાસ્તવ (ટેકનોલોજી અને ઇનોવેશન) સામેલ છે. સાયન્સ યુથ એવોર્ડ મેળવનારાઓમાં કૃષ્ણ મૂર્તિ એસ એલ અને સ્વપ કુમાર પરિદા (કૃષિ વિજ્ઞાન), રાધાકૃષ્ણન મહાલમી અને પ્રો. અરવિંદ પેનમત્સા (જૈવિક વિજ્ઞાન), વિવેક પોલશેટ્ટીવાર અને વિશાલ રાય (રસાયણશાક્ર), રોકસી મેથ્યુ કોલ (પૃથ્વી વિજ્ઞાન), અભિલાષ અને રાધા કૃષ્ણ ગાંટી (એન્જિનિયરિંગ સાયન્સ), પૂરબી સૈકિયા અને બપ્પી પોલ (પર્યાવરણ વિજ્ઞાન), મહેશ રમેશ કાકડે (પરિવર્તન વિજ્ઞાન) કોમ્પ્યુટર સાયન્સ), જિતેન્દ્ર કુમાર સાહત્પ અને પ્રજ્ઞા ધ્રુવ યાદવ (મેડિસિન), ઉરબશી સિંહા (ફિઝિકસ), દિગેન્દ્રનાથ સ્વેન સ્પેસ અને પ્રશાંત કુમાર (સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી) અને પ્રભુ રાજગોપાલ (ટેકનોલોજી અને ઈનોવેશન) સામેલ છે.
આ પુરસ્કારો દર વર્ષે આપવામાં આવશે અને વિજ્ઞાનના વિવિધ વિભાગો દ્રારા આપવામાં આવતા ૩૦૦થી વધુ પુરસ્કારોનું સ્થાન લેશે. રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ ૨૩ ઓગસ્ટના રોજ રાષ્ટ્ર્રીય અવકાશ દિવસ પર પુરસ્કારો પ્રદાન કરશે, જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન–૩ ના ઉતરાણની યાદમાં ઉજવવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech