બાવીસ ગામના સ્વયં સેવકો દ્વારા ભવ્ય આયોજન: કેબીનેટ મંત્રી, સાંસદ, ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓની વિશેષ ઉપસ્થિતી
બ્રહ્મલીન સંતવર્ય શાસ્ત્રી ભાવેશરામજીના સ્વપ્નનું મૂર્તિમંત સ્વપ શ્રી ભાવેશ્ર્વર મહાદેવ મંદિર (સિઘ્ધ પારદ શિવલીંગ) સતપુરણ ધામ આશ્રમ ધુનડાના પ્રથમ પાટોત્સવનું ભવ્ય આયોજન સંત શ્રી જેન્તીરામ બાપાના આર્શિવચનથી ધુનડા ખાતે ૨૨ ગામના સ્વયં સેવકો દ્વારા ચૈત્રી પૂનમ શનિવારે તા. ૧૨-૪-૨૦૨૫ ના રોજ રાખવામાં આવેલ છે.
આ પાટોત્સવમાં સવારે ૮ વાગ્યે લઘુદ્ર મહાભિષેક, લઘુદ્ર મહાયજ્ઞ મહા આરતી સાંજે, રાત્રે ૮ વાગ્યે મહા પ્રસાદ રાખવામાં આવેલ છે. આ લઘુદ્ર મહાભિષેક યજ્ઞના મુખ્ય આચાર્ય પદે શાસ્ત્રીશ્રી મહાદેવભાઇ ગોરધનભાઇ શીલુ (પોરબંદરવાળા) બીરાજશે. આ પાટોત્સવમાં રાત્રે ૯.૩૦ વાગ્યે મુરલીધર ગૃપ માંડવા ઘેડની કાનગોપી યોજાશે.
આ પ્રથમ પાટોત્સવમાં અતિથી વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમ, તથા અન્ય મહેમાનોમાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખ મયીબેન ગરચર, ધારાસભ્ય હેમતભાઇ ખવા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઇ ભંડેરી, પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજસિંહ જાડેજા, ચિરાગભાઇ કાલરીયા, સુરેશભાઇ વશરા કૌશીકભાઇ રાબડીયા, નરેન્દ્રભાઇ કડીવાર, ચિમનભાઇ વાછાણી, કે.ડી. કરમુર, ચેતનભાઇ કડીવાર, હિરેનભાઇ ખાંટ, મુકેશભાઇ જોશી, ખુશાલભાઇ જાવીયા, જે.ટી. ડોડીયા, હીરજીભાઇ ચાવડા, અમુભાઇ વૈષ્નાણી, નરેન્દ્રભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ પ્રથમ પાટોત્સવને સફળ બનાવવા ઘેલડા, ઇશ્ર્વરીયા, રબારીકા, મોટાવડીયા, કોઠા વીરડી, ચિત્રોડ, ટાકાઝર, બગથીયા, ઝીણાવારી, વનાણા, ટેભડા, સણોસરા, મોટી ગોપ, સણોસરી, મેઘપર, માનપર, જામજોધપુર, આંબરડી, શેઠ વડાળા, લાલપુર, ધ્રાફા તથા ધુનડા સહિતના સનાતન સેવા સમિતીના શિવભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.