ગોંડલ તાલુકાના ભરૂડી ગામે આવેલી શ્રીકૃષ્ણ એગ્રી પ્રોડક્ટ નામની પેઢી પાસેથી સીંગદાણાની ખરીદ કરેલા માલની ચુકવણી માટે આપેલા રૂપિયા 11.19 લાખનો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે મોવિયા ગામની શુભદર્શન એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ભાવિન સોરઠીયાને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.
કેસની વિગત મુજબ ગોંડલના ભરૂડી મુકામે આવેલી શ્રી કૃષ્ણ એગ્રી પ્રોડક્ટ નામની પેઢી પાસેથી મોવિયા ગામની શુભદર્શન એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર દ્વારા સીંગદાણાની ખરીદી કરી હતી. તે પેટે બાકી રહેતી રકમ રૂપિયા 11.19 લાખ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફર્યો હતો. જે અંગે કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે રાજકોટની કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.
કેસન ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મોખીક દલીલ ધ્યાને લઇ કોર્ટ દ્વારા શુભ દર્શન એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર ભાવિનભાઈ સોરઠીયાને ૧ વર્ષની સાદી કેસની સજા તથા ચેક મુજબની રકમ ૩ માસમાં ફરિયાદીને ચૂકવી આપવાનો અન્યથા વધુ ૪ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.આ કામમાં ફરિયાદી વતી પી. એમ. શાહ લો ફર્મના એડ્વોકેટ પીયષુભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, જયભાઈ મગદાણી, ભાવિનભાઈ ભરડવા તથા આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા, ઋત્વીક્ભાઈ વઘાસીયા અને સંજયભાઈ મેરાણી રોકાયેલા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech