અરવલ્લીના મોડાસાના લાલપુર કંપા પાસે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 4 શ્રમિકના મોત

  • April 20, 2023 10:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરવલ્લીના મોડાસાના લાલપુર કંપા પાસે એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. જેમાં ચાર શ્રમિકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલીક સ્થળ પર જવા રવાના થયા હતા. મહત્વનું છે કે આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.


ફટાકડના ગોડાઉનમાં આગ

મળતી માહિતી પ્રમાણે મોડાસાના લાલપુર કંપા પાસે આવેલા મહેશ્વરી ક્રેકર્સ નામના ફટાકડાના ગોડાઉનમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલીક ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાછ ધરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગ એટલી વિકરાળ હતી કે ફાયરની વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આગના કારણે ચાર શ્રમિકોના મૃત્યુ થયા છે. વેલ્ડિંગ કરતા સમયે તણખા થવાના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ફાયર વિભાગે આગ પર કાબુ કરી લીધો છે.


ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ

આજે અરવલ્લી જિલ્લામાં આવેલા લાલપુર કંપા પાસે એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના ઘટી હતી. જેની જાણ થતાં તાત્કાલીક ફાયરની ટીમ સ્થળ પર પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ લાગેલી આગ ફટાકડાના ગોડાઉનમાં હોવાથી અંદર સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતા અને આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આ સ્થિતિને પહોચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો હતો.


વાહન વ્યવહાર કરાયો બંધ

લાલપુર કંપા પાસે લાગેલી આગની અસર વાહન વ્યવહાર પર પણ પડી હતી. કારણકે આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ કે ફાયર વિભાગ દ્વાર મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. તેમજ વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ તંત્રને પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application