ગ્રીસમાં જંગલમાં આગ લગાડવા બદલ એક મહિલાની બે વખત ધરપકડ કરવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે કોઈ જંગલમાં આગ શું કામ લગાડે? શું તેને જંગલ નથી ગમતું? પરંતુ આ મહિલાના કિસ્સામાં આવું કરવા પાછળનું કારણ કંઈક વિચિત્ર છે. આરોપ છે કે મહિલાને ફાયર ફાઈટર ખૂબ જ લાગતા હતા અને તેને જોવા માટે આ કામ કર્યું હતું. તેને ફાયર ફાઈટરને કામ કરતા જોવાનું અને તેમની સાથે ફ્લર્ટ કરવાનું પસંદ હતું. આ ઈચ્છા પૂરી કરવા માટે તેણે બે વાર જંગલમાં આગ લગાડી અને નજીકમાં ઊભી રહીને ફાયરમેનને જોતી રહી.
ફાયર વિભાગે ત્રિપોલી પોલીસ વિભાગ દ્વારા મહિલાની ધરપકડ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં વિભાગે જણાવ્યું હતું કે, 'આર્કેડિયામાં ત્રિપોલી મ્યુનિસિપાલિટીના કેરાસિટ્સા વિસ્તારમાં ઇરાદાપૂર્વક ખેતરમાં બે વાર આગ લગાડવા માટે એક ગ્રીક મહિલા જવાબદાર છે. નિવેદન અનુસાર 'મહિલાએ આવું એટલા માટે કર્યું કારણકે તેને ફાયર ફાઈટર્સને જોવાની અને તેમની સાથે ફ્લર્ટ કરવાની મજા આવતી હતી.'
સ્થાનિક મીડિયા અનુસાર મહિલાને આગના બંને સ્થળોએ જોવામાં આવી હતી. જેનાથી લોકોમાં શંકા વધી હતી. વધુ તપાસ બાદ પોલીસે સત્ય શોધી કાઢ્યું. પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી કે આવું કામ કોણ કરે?
ડેઈલીમેલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું, 'ગ્રીસમાં એક 44 વર્ષની મહિલાએ કથિત રીતે બે વાર જંગલમાં આગ લગાવી, કારણકે તેને ફાયર ફાઈટરને જોવાનું અને તેમની સાથે ફ્લર્ટ કરવાનું પસંદ હતું.' મહિલાને 'ત્રણ વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા' મળી હતી.
આ વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી લોકો તરફથી અસંખ્ય ટિપ્પણીઓ મળી છે, જેમાં ઘણાએ અધિકારીઓને કડક સજા લાદવાની વિનંતી કરી છે. ગુસ્સે ભરાયેલા સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, તેને ઓછામાં ઓછા 20 વર્ષ માટે જેલમાં રાખો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્મિ શોલ જેવી મોંઘી વૂલન શાલને આ રીતે કરો વોશ, હંમેશા દેખાશે ચમકદાર
November 22, 2024 03:19 PMમવડીમાં વેલરી શો રૂમ અને ટેઇલર શોપ સહિત ત્રણ ગેરકાયદેસર બાંધકામ સીલ
November 22, 2024 03:19 PMAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech