રાજકોટમાં દર વર્ષે અંદાજે 1000થી વધુ કામચલાઉ સ્ટોલ, તેમજ સીઝનલ ધંધાર્થીઓ દ્વારા ફટાકડાનું વેચાણ થતું હોય છે, ખાસ કરીને શરદ પુનમથી ફટાકડાનું વેચાણ શરૂ થતું હોય છે ત્યારે નવરાત્રીના અવર્ચિીન રાસોત્સવ બાદ હવે ફટાકડાના સ્ટોલના ફાયર એનઓસી મેળવવા માટે આજથી જ મહાપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચમાં આંટાફેરા કરતા જોવા મળ્યા હતા.
દિવાળી પર્વના તહેવારોની ઉજવણી સમયે ફટાકડાને કારણે આગ લાગવાના બનાવોમાં વધારો થતો હોય છે ત્યારે અવર્ચિીન રાસોત્સવ પછી હવે ફટાકડાના વેચાણ માટેના નિયમોમાં બાંધછોડ નહીં કરવા સરકારના આદેશ અન્વયે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે દુકાનદારો કે સ્ટોલધારકોએ સમયસર ફાયરબ્રિગેડ તેમજ પોલીસની મંજુરી લેવી પડશે જે માટે અરજી સ્વીકારવાનું શરૂ કરાયું છે.
રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું કે ફાયરબ્રિગેડ દ્વારા અરજી સ્વીકારવાનું શરૂ કર્યું છે, જેમાં અરજી અન્વયે સ્થળ ઉપર અગ્નિશમનની પુરતી સુવિધા છે કે કેમ તેની ચકાસણી થશે અને ત્યાર ફાયર બ્રિગેડનું એનઓસી અપાશે.
ફાયર બ્રિગેડનું એનઓસી મળ્યા બાદ જ પોલીસની મંજૂરી મળશે
રાજકોટ મહાપાલિકામાંથી ફાયર બ્રિગેડ બ્રાન્ચમાંથી નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ પોલીસ મંજુરીની પ્રક્રિયા આગળ વધશે. આજથી ફટાકડાના ધંધાર્થીઓએ એનઓસી મેળવવા પૂછપરછ શરૂ કરી હોવાનું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરએ જણાવ્યું હતું.
સેન્ટ્રલ ઝોન ઓફિસ નહીં; લાગુ પડતા ફાયર સ્ટેશન ખાતે જ અરજી કરવાની
ફટાકડાના ધંધાર્થીઓએ ફાયર બ્રિગેડનું નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ મેળવવા માટે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ કે મુખ્ય ફાયર સ્ટેશન ખાતે આવવાનું નથી પરંતુ તેમના વિસ્તારના લાગુ પડતા ફાયર સ્ટેશન ખાતે અરજી ઇનવર્ડ કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech