ટીઆરપી ગેમ ઝોન અિકાંડમાં સરકારી બાબુઓના ધરબાયેલા કાંડ કે આખં મીચામણા પણ એક પછી એક ઉઘાડા પડી રહ્યા છે. શનિવારની રાતથી જ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ તત્રં અને ફાયર ચિફ ઓફિસર ઈલેશ ખૈર પોતાનું દામન બચાવવા એવો કક્કો કૂટતાં હતા કે ફાયર એનઓસી લેવાઈ નથી, અમે અત્યાર સુધી અજાણ હતા. જોકે આ ભાંડો પોલીસ દ્રારા ઈશ્યુ કરાયેલા લાઈસન્સમાં ફટી ગયો છે. ગત વર્ષે પોલીસે લાઈસન્સ ઈશ્યુ કયુ ત્યારે જ એક નકલ મહાપાલિકાને પણ મોકલાઈ હતી.
ગેમ ઝોનમાં બધા તત્રં અને બધી મંજૂરીઓની ધિયા ઉડાવી દેવામાં આવી હતી અને ત્રણ વર્ષથી વધુ સમયથી આ મોતના માંચડાસમો ગેમઝોન કાળી કમાણી કરતો હતો. અહીં રાજકીય માથાઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓથી લઈ નાના સરકારી બાબુઓ પણ સમયાંતરે મુલાકાતે જતાં હતા. ઘણા ખરા તો કોઈને કોઈ રીતે સંકળાયેલા પણ હશે. અત્યાર સુધી ગેમ ઝોનમાં મજા–મજા કરનારા સરકારી બાબુઓ યારે ગેમ ઝોન આગમાં ભસ્મિભૂત થયો ત્યારે પગ હેઠે રેલો ન આવે તેમ શું ગેમ ઝોન અને કેવો ગેમ ઝોન તેવા શબ્દો પર કે બચાવ મુદ્રામાં ઉતરી આવ્યા હતા. આવા બાબુઓમાં રાજકોટ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખૈર પણ બાકાત નથી. તેઓએ બનાવની રાત્રે જ હાથ ઉંચા કરી દીધા હતા અને કહ્યું હતું કે, અમારી પાસે ફાયર એનઓસી માંગવામાં આવી નહોતી અને અમે ગેમ ઝોન બાબતે સમગ્રપણે અજાણ હતા. હળાહળ જુઠ્ઠાણું ચલાવનાર ખૈર આ જ ગેમ ઝોનમાં ત્રણ માસ પહેલા આગ લાગી હતી અને ફાયર બ્રિગેડ આગ બુઝાવવા ગયું હતું ત્યારે પણ શું અજાણ હતા? અને જો અજાણ હતા તો તેમના સ્ટાફે જાણ નહીં કરી હોય? અથવા તો તેઓએ ફાયર બ્રિગેડની રોજિંદી એન્ટ્રીઓ ચકાસવાની પણ કોઈ દરકાર નહીં લીધી હોય? જો ત્યારે તેઓ અજાણ ન હોત અને આખં આડા કાન ન કર્યા હોત તો આ ગેમ ઝોનમાં ફાયર સેટીના પૂરા સાધનો હતા કે નહીં? ફાયર એનઓસી મેળવાયું હતું કે કેમ ? સહિતની બાબતોએ તપાસ કરી શકયા હોત.
આગકાંડમાં ફસાઈ ન જાય તે માટે એનઓસી માગી નથી અને અમને ખ્યાલ નથી તેવા ગાણા ગાનાર ખૈરનું જૂથ સામે આવી ગયું છે. પોલીસ કમિશનર કચેરી દ્રારા આ ગેમ ઝોનને ગત વર્ષે નવેમ્બર માસમાં પર્ફેામીંગ લાઈસન્સ ઈશ્યુ કરાયું હતું ત્યારે આ લાઈસન્સની એક નકલ રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ તંત્રને પણ મોકલવામાં આવી હતી. માટે પોલીસના ખાતાકીય પત્ર વ્યવહાર પરથી સ્પષ્ટ્ર થઈ જાય છે કે મહાપાલિકાનું ફાયર તત્રં અજાણ નહોતું. હવે જો ફાયર બ્રિગેડ વિભાગ દ્રારા આ પત્ર મળ્યો જ નથી તેવો ક્કકો ઘૂટે રાખવામાં આવશે કે પછી અંતે કબુલવું પડશે? ગત સોમવારના રોજ કાલાવડ રોડ ફાયર બ્રિગેડ સ્ટેશન ઓફિસર રોહિત હિંગોરાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે અત્યાર સુધી બચાવની મુદ્રામાં રહેલા અથવા તો નાના કર્મચારી હિંગોરા પર ઠીકરું ફત્પટું આપડે બચ્યાં તેવા વિચારમાં રહેલા ખૈરને પણ ગઈકાલે ગાંધીનગરનું તેડું આવતાં ત્યાં સીઆઈડી ક્રાઈમ દ્રારા પૂછતાછ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech