ગુજરાત રાજ્યના તમામ જિલ્લ ાઓમાં આવેલી શાળાના બિલ્ડિંગ ની ઊંચાઈ 9 મીટરથી વધુ કે તે એકથી વધારે ફ્લોર પાંચ સો ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા હોય તેવા શૈક્ષણિક મકાનો માટે ફાયર સેફટીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી બની રહેશે ફાયર સેફ્ટીના નવા નિયમને આદેશ મુજબ અગ્નિ સમન સેવાઓની કચેરી દ્વારા કરવામાં આવ્યું છે જેને પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લ ા અને ખાનગી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ચકાસણી હાથ ધરવામાં આવશે.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડના બનાવમાં બાળકો પણ જીવતા ભુંજાયા બાદ શાળાઓમાં ફાયર સેફ્ટી હોવા પર વિશેષ ભાર મુકાયો છે. ત્યારે આ મુદ્દે નવી ગાઇડ લાઇનને લઇને રાજયના તમામ જિલ્લ ાની પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટી સંબંધે નવેસરથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જિલ્લ ાની શાળા પાસે જ ફાયર એનઓસી રજુ કરી શકી હતી. બાકીના કિસ્સામાં સેલ્ફ ડેકલેરેશન આપવામાં આવ્યા હતાં.
જિલ્લ ા ની પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટીના મુદ્દે સરકારની માર્ગદર્શિકાનું 100 ટકા પાલન કરાવવામાં આવશે અને કોઇ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ફાયર સેફ્ટીની બાબતને લઇને શિક્ષણ વિભાગના સંયુક્ત નિયામક દ્વારા આપવામાં આવેલી સુચનાઓનું ચૂસ્ત પાલન કરાવવામાં આવે તે જરુરી છે આ સંબંધમાં રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર શાળાઓમાં ફાયર સેફ્ટીની બાબતોનો અમલ કરાવવા માટે તમામ શાળા સંચાલકો અને આચાર્યને પણ અવગત કરવામાં આવ્યા છે અને જરૂરી સુવિધા સવલતો ઉભી કરવા માટેની તાકીદ કરવામાં આવી છે.
રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનમાં જણાવવામાં આવ્યું છે, કે 9 મીટર કે તેથી વધુ ઉંચાઇ ધરાવતા અથવા એક કે વધારે ફ્લોર ઉપર 500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા શૈક્ષણિક હેતુની ઇમારતોને ફાયર પ્રોટેક્શન એક્ટની જોગવાઇઓ લાગુ પડે છે. આવી ઇમારતોમાટે સ્થાનિક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફાયર સેફ્ટી સર્ટીફિકેટ લેવાની અને તે લેવામાં આવેલુ હોય તેને રિન્યુ કરાવતા રહેવાની જરૂર રહે
સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં તપાસ ટુકડી પહોંચશે
રાજયની જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્રારા સરકારની ગાઇડ લાઇન તમામ શાળાઓને મોકલી અપાઇ છે. હવે સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં તપાસ ટુકડીઓ પહોંચશે. તેમાં પ્રાથમિક, પૂર્વ પ્રથમિક, નોંધાયેલી અને નહીં નોંધાયેલી તમામ શાળાઓને આવરી લેવામાં આવશે. જે શાળાઓ દ્રારા ફાયર સેટી સર્ટીફિકેટ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાની બાહેંધરી આપવામાં આવી છે. તેમાં પણ નવી માર્ગદર્શિકા પ્રમાણેના પ્રબંધો ઉભા કરાવવામાં આવશે. સેલ્ફ ડેકલેરેશન કરનારી શાળાઓ પણ ઉપરોકત નિયમોના દાયરામાં આવતી હોય તો તેમણે પણ ફાયર સેટી સર્ટીફિકેટ લેવાનું ફરજીયાત છે
નાની જગ્યામાં પણ સેલ્ફ સટિર્ફાઇડ ફાયર એકસટિંગ્યુશર રાખવાનું રહેશે
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેટી મેઝર્સ લ્સ ૨૦૨૧ના થર્ડ શિડુલ તેમજ નેશનલ બિલ્ડીંગ કોડ ભાગ ૪ની કલમો હેઠળ ૯ મીટરથી ઓછા અથવા ક્ષેત્રફળમાં ૫૦૦ ચોરસ મીટરથી નાના શૈક્ષણિક હેતુના ઇમારતમાં સ્થાનિક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફાયર સેટી સર્ટીફિકેટની જર રહેતી નથી. આવી ઇમારત માટે શાળાના સંચાલકોએ બીઆઇએસ કોડ ૨૧૯૦ અનુસાર પોર્ટેબલ ફાયર એકસટિંગ્યુશર રાખીને તેને સેલ્ફ સર્ટીફાઇડ કરવાનું રહે છે. આ પ્રકારની માર્ગદર્શિકા રાય અિ નિવારણ સેવાઓની કચેરી દ્રારા આપવામાં આવી છે. હવે આગામી દિવસોમાં તેના પાલન સંબંધે સ્થાનિક તત્રં દોડતું થવાનું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech