રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ભંગારના વાડામાં ભીષણ આગ : કોસ્મેટીકની દુકાનમાં આગ : ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભંગારના એક વાડામાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના ત્રણ ટેન્કરની મદદથી ભારે જહમત બાદ આગને કાબુમા લીધી હતી. જયારે ખોડીયાર કોમ્પ્લેક્ષમાં કોસ્મેટીકની દુકાનમાં ગઇ સાંજે આગનો બનાવ બન્યો હતો.
જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં શેરી નંબર ૨ના ઢાળીયા પાસે ભંગારનો વાડો આવેલો છે જેમાં વહેલી સવારે ૬.૦૦ વાગ્યા આસપાસ અકસ્માતે શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ભંગારના વાડામાં પ્લાસ્ટિક, પુઠ્ઠા, કાગળ વગેરેનો મોટો જથ્થો પડ્યો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
જે બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર વિભાગની ટુકડી જુદા જુદા ફાયર ફાઈટર સાથે દોડી ગઈ હતી, અને પાણીના ત્રણ ટેન્કરની મદદથી સતત બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી, જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી.
ગઇકાલે સાંજે જામનગરના ખોડીયાર કોમ્પ્લેક્ષમાં કોસ્મેટીકની દુકાનમાં આગ લાગતા ફાયરની ટીમ દોડી ગઇ હતી, આગના કારણે સામાન સળગી ગયો હતો અને લાખોનું નુકશાન થયુ હતું, ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદી હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે, દુનિયા ભારત સાથે, પીડિતોને ન્યાય મળશેઃ PM મોદી
April 27, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech