મોરબી અલગ અલગ ત્રણ સ્થળે આગના બનાવ

  • November 11, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના રવાપર બોની પાર્કમાં આવેલ જાનકી એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી જેથી ફાયર ટીમ પહોંચી હતી એપાર્ટમેન્ટના પાર્કિંગ એરિયામાં આગ લાગતા બધા લોકોને એસેમ્બલી પોઈન્ટમાં ઉતારી લેવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાની માહિતી ફાયર ટીમ પાસેથી પ્રાપ્ત થઇ છે તો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી


જોકે મોરબીમાં અનેક બહુમાળી ઈમારતો જોવા મળે છે જયારે ફાયર ટીમ પાસે ૩ થી ૪ માળ સુધી આગ બુઝાવી શકવાની જ ક્ષમતા છે છતાં બહુમાળી ઈમારતોને મંજુરી કેમ મળે છે કે પછી મંજુરી વિના જ ઈમારતો ખડકી દેવાય છે તે સવાલ મહત્વનો છે તો જે એપાર્ટમેન્ટમાં આગ લાગી તે જાનકી એપાર્ટમેન્ટમાં જ ફાયર સીસ્ટમ લગાવેલ નથી ત્યારે આવા કેટલા જોખમી બિલ્ડીંગ મોરબીમાં છે તેનો સાચો આંક કોઈ પાસે નથી જોકે ક્યારેક વિકરાળ આગ લાગી ત્યારે જોયા જેવી સ્થિતિ સર્જાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
બીજા બનાવમાં મોરબીના પંચાસર ગામ નજીકથી ટ્રક આઈસર જીજે ૧૩ ડબલ્યુ ૨૯૪૩ નીરણ ભરીને પસાર થતો હતો જે ટ્રકમાં વીજળીના તાર અડી જવાથી આગ લાગી હતી જે બનાવની જાણ થતા મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જેથી વધુ નુકશાન થતા અટકાવ્યું હતું હાલ આગને પગલે નીરણનો જથ્થો સળગી જતા કેટલું નુકશાન થયું તેનો આંક સ્પષ્ટ થયો નથી બનાવમાં ટ્રક ચાલકનો બચાવ થયો હતો અને કોઈ જાનહાની થવા પામી નથી જેથી ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો
​​​​​​​
ત્રીજા બનવામાં રફાળેશ્વર નજીક એલીટ સિરામિકમાં આગ લાગી
મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ જીઆઈડીસીમાં એલીટ સિરામિકમાં રાત્રીના આગ લાગી હોવાની માહિતી મળી હતી તો આગ લાગવાની જાણ મોરબી ફાયરની ટીમને થતા તુરંત દોડી જઈને પાણીનો મારી ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો તો સિરામિકમાં કામ કરતા શ્રમિકો ફટાકડા ફોડતા હોવાના કારણે આગ લાગી હોવાની માહિતી મોરબી ફાયરની ટીમ પાસેથી મળી હતી તેમજ આ ધટનામાં કોઈ જાનહાની પણ ના થઇ હોવાની માહિતી મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application