BREAKING NEWS

ગુજરાત ટાઇટન્સ ટીમની બસમાં આગ: ખેલાડીઓ સુરક્ષિત

  • June 01, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ : આઇપીએલ ૨૦૨૬ની રોમાંચક ફાઈનલ મેચના નિરાશાજનક અતં બાદ, રનર–અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ–માંડ બચી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, ગત રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મેચ પૂર્ણ થયા બાદ, ખેલાડીઓને લઈને હોટેલ પરત ફરી રહેલી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. આ ટેકનિકલ ખામીના કારણે બસની અંદર આગ લાગતા જોતજોતામાં ધૂમાડો ફેલાઈ ગયો હતો, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે તમામ ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બર્સને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી એક મોટી જાનહાની ટળી હતી.
આ અણધારી ઘટનાને કારણે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ મધ્યરાત્રિએ અંદાજે એક કલાક જેટલો સમય રસ્તા પર જ વિતાવવો પડો હતો. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમને ફાઈનલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુ સામે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડો હતો. આ પરાજયના આઘાત વચ્ચે યારે ટીમ સ્ટેડિયમથી હોટેલ તરફ જઈ રહી હતી, ત્યારે જ રસ્તામાં બસમાં ખામી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટ થતાં જ ડ્રાઈવરે બસને તાત્કાલિક રોકી દીધી હતી. ટીમ મેનેજમેન્ટે સજાગતા દાખવીને તમામને સુરક્ષિત બહાર કાઢા હતા અને ત્યારબાદ અન્ય વૈકલ્પિક બસની વ્યવસ્થા કરીને ખેલાડીઓને હોટેલ સુધી પહોંચાડા હતા.
આ ઘટના અંગેની પુષ્ટ્રિ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી પણ થાય છે. સિરાજે મોડી રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી અપલોડ કરી હતી, જેમાં તે ટીમના અન્ય સાથી ખેલાડીઓ સાથે રોડ કિનારે નીચે જમીન પર બેઠેલો જોવા મળી રહ્યો છે. આ ફોટોના કેપ્શનમાં તેણે બ્રેકડાઉન લખ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થતાં જ ફેન્સ પણ ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા હતા, પરંતુ કોઈને ઈજા ન થઈ હોવાના સમાચારથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાત ટાઇટન્સ માટે આઈપીએલના છેલ્લા કેટલાક દિવસો સતત પડકારો અને મુશ્કેલીઓથી ભરેલા રહ્યા છે. ફાઈનલ મેચ પહેલા પણ ટીમને અનેક વહીવટી અને કુદરતી અવરોધોનો સામનો કરવો પડો હતો. ખરાબ હવામાનના કારણે અમદાવાદ આવનારી ટીમની ચાર્ટર્ડ લાઇટ અંદાજે ત્રણ કલાક જેટલી મોડી પડી હતી, જેના કારણે ખેલાડીઓ ૩૦ મેની મોડી રાત્રે અમદાવાદ પહોંચી શકયા હતા. આ વિલંબની સીધી અસર પ્રી–મેચ ઈવેન્ટસ પર પડી હતી અને સમયના અભાવે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ અને આરસીબીના કેપ્ટન રજત પાટીદાર વચ્ચે યોજાનાં સત્તાવાર 'કેપ્ટન્સ ફોટોશૂટ' પણ સ્થગિત કરવું પડું હતું.
જો પ્રોફેશનલ શેડૂલની વાત કરીએ તો, ગુજરાત ટાઇટન્સે છેલ્લા પાંચ દિવસમાં અત્યતં વ્યસ્ત અને થકવી નાખનારા પ્રવાસનો સામનો કર્યેા હતો. ૨૬ મેના રોજ ધર્મશાલામાં રમાયેલા કવોલિફાયર–૧ મુકાબલામાં ટીમનો આરસીબી સામે પરાજય થયો હતો. ત્યાંથી ટીમ તાત્કાલિક ચંદીગઢ પહોંચી હતી અને ૨૯ મેના રોજ મુલ્લાનપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે રસાકસી ભરેલી કવોલિફાયર–૨ મેચ રમીને ફાઈનલની ટિકિટ પાકી કરી હતી. સતત મુસાફરી, માનસિક દબાણ અને બેક–ટુ–બેક મોટી મેચો વચ્ચે ગુજરાત ટાઇટન્સે શાનદાર ખેલદિલી અને સંઘર્ષ બતાવ્યો હતો, પરંતુ કમનસીબે તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઈનલમાં ટ્રોફી જીતવાનું સપનું પૂં કરી શકયા નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application