ભાવનગરમાં સાંઢિયાવાડમાં આવેલા કોઠીના ઝાડ પર બિલાડી ફસાઈ હતી. કોઠીના ઝાડ પર અંદાજે ૫૦ ફૂટથી વધુ ઉંચે બિલાડી ફસાઈ હોવાની એનજીઓના સભ્યોને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી. જોકે બોલડી ઝાડની પાતળી ડાળી પર હોવાથી એનજીઓના સભ્યોને ત્યાં સુધી પહોંચવા મુશ્કેલી પડતા ફાયર વિભાગને જાણ કરવામાં.આવી હતી. ત્યારે ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી અને બિલાડીને સહી સલામત રીતે નીચે ઉતારી જીવ બચાવ્યો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા જુનવાણી વખતના કોઠીના ઝાડ પર એક બિલાડી ફસાઈ હતી. કોઠીના ઝાડ પર બિલાડી ફસાઈ હોવાથી સ્થાનિક લોકોના ટોળાં એકઠા થયા હતું. અને સ્થાનિક જીવદયા પ્રેમી એનજીઓ મહાદેવ સેવાના સભ્યોને જાણ કરવામાં આવી હતી. ત્યારે એનજીઓના સભ્ય કાર્તિકભાઇ ઉર્ફે કાનાભાઇ સહિતના સ્થળ પર દોડી જઈ અને બિલાડીને નીચે ઉતારવા પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે બિલાડી અંદાજે ૫૦ ફૂટથી પણ ઉપર ઝાડની પાતળી ડાળી પર હોવાથી બચાવવામાં મુશ્કેલી.પડી રહી હતી. જેને લઇ ભાવનગર ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. અને ઝાડ પર ફસાયેલી બિલાડીનું નિસરણી મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફાયર અને એનજીઓના સભ્યોની એક કલાકની ભારે જહેમત બાદ બોલડીને સહીસલામત રીતે નીચે ઉતારવામાં સફળતા મળી હતી. આ કામગીરીમાં ભાવનગર ફાયર ટીમ અને મહાદેવ સેવા સંસ્થાને સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અને બિલાડીની જીવ બચાવવાંમાં સફળતા મળી.હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો
May 15, 2025 01:26 PMજામનગર શહેરમાં વિદેશી દારૂ અંગે એલસીબીના બે દરોડા
May 15, 2025 01:21 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
May 15, 2025 01:20 PMજામનગર શહેરમાં રૂ. ૧.૮૧ કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એકની અટક
May 15, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech