સ્થાનિક ફાયર સિસ્ટમની મદદથી આગ ઓલાવવાનો પ્રયાસ: ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ આગને કાબુમાં લીધી
જામનગરના એસ.ટી. ડેપોમાં પાર્સલ વિભાગમાં રાખવામાં આવેલા ઇન્વર્ટર ની બેટરીમાં સ્પાર્ક થતાં ગઈ રાત્રે ૧૦.૩૦ વાગ્યા ના અરસામાં આગ લાગી હતી, જેથી આગના લબકારા દેખાતાં એસટી ડેપોમાં દોડધામ થઈ હતી. આ બનાવ અંગે ફાયર શાખા ને જાણ કરાયા પછી જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડીએ દોડી જઈ સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી.
જામનગરના એસટી ડેપો માં પાર્સલ વિભાગમાં રાખવામાં આવેલા ઇન્વેટર ની બેટરીમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હતી, અને આગ ના લબકારા જોવા મળ્યા હતા, જેથી એસ.ટી ડેપો ઉપર હાજર રહેલા મુસાફરો અને સ્ટાફમાં થોડો સમય માટે દોડધામ થઈ હતી.
રાત્રિના ૧૦.૩૦ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બનવાથી સૌપ્રથમ એસટી વિભાગના સ્ટાફ દ્વારા એસ.ટી. ડિવિઝનમાં લગાવવામાં આવેલા ફાયર ના બાટલા થી આગ બુઝાવવાનો પ્રયાસ થયો હતો.
જયારે ત્યાં હાજર રહેલા એસ.ટી. વિભાગના કર્મચારી દુષ્યંતસિંહ જાડેજાએ તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડ શાખાને ટેલીફોનીક જાણ કરી દીધી હતી, તેથી ફાયરબ્રિગેડ નો કાફલો તુરંત જ ફાયર ફાઈટર સાથે બનાવના સ્થળે પહોંચી ગયો હતો, અને આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. જેથી એસટી વિભાગના પાર્સલ રૂમમાં કોઈપણ પ્રકારની વધુ નુકસાની થઈ ન હતી, માત્ર ઈલેક્ટ્રીક-બેટરી વગેરેને નુકસાન થયું હતું.
જ્યાં કેટલાક પાર્સલો પણ રાખવામાં આવ્યા હતા, પરંતુ તેને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું, જે આગ સમયસર કાબુમાં આવી જતાં એસ.ટી. તંત્ર સહિતના સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં વિદેશી દારૂના જંગી જથ્થા સાથે કુલ પાંચ પકડાયા
November 25, 2024 11:42 AMજામજોધપુરમાં વાવ અને મહારાષ્ટ્રની જંગી જીતની ઉજવણી
November 25, 2024 11:39 AMહવે ભવનાથ મંદિરમાં વિવાદ: હાલના મહંતને નહીં હટાવાય તો પહેલી ડિસેમ્બરે હકાલપટ્ટીની ચેતવણી
November 25, 2024 11:38 AMગોંડલ પાસે કારમાં ૩૬૩ બોટલ દારૂ સાથે જૂનાગઢના ૩ શખસો ઝડપાયા
November 25, 2024 11:36 AMસાવરકુંડલાના નાના ઝીંઝુડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર એસએમસી ત્રાટકી
November 25, 2024 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech