રાજકોટથી દિલ્હી સરાઈ રોહિલ્લા જઈ રહેલી એકસપ્રેસ ટ્રેન આજે સવારે રેવાડી સ્ટેશનને પહોંચવામાં હતી ત્યારે ફસ્ર્ટ એસી કોચમાં એકાએક આગ લાગતા ધુમાડાના ગોટેગોટાથી ભારે અફડા તફડી મચી જવા પામી હતી.
આ અંગે આ ટ્રેનમાં જ મુસાફરી કરી રહેલા રાજકોટના ભાજપ અગ્રણી અને ડી આર યુ સી સી ના પૂર્વ સદસ્ય દિનેશભાઈ કારીયાએ પ્રત્યક્ષ અહેવાલમાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે ૩:૧૫ વાગે રાજકોટથી રવાના થયેલી ૨૦૯૧૩ રાજકોટ– દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેન આજે સવારે સાત વાગ્યાના અરસામાં મુસાફરો સવારની
સુસ્તીમાં હતા ત્યારે દિનેશભાઈ જે કોચમાં મુસાફરી કરી રહ્યા હતા, તે એચ– વન કોચમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ જતા મુસાફરો સડક થઈ ગયા હતા, અને એસી વિભાગનું ડોર ખોલીને જોતા ડસ્ટબિન ભડભડ સળગી રહ્યું હતું અને સર્વત્ર ધુમાડાના ગોટે ગોટા પ્રસરી ગયા હતા. સદભાગ્ય આ એચ– વન ફસ્ર્ટ એસી. કોચ ગાર્ડના કોચની બાજુમાં જ હોય ફરજ પરના ગાર્ડ તરત જ દોડી આવ્યા હતા અને પોલીસ પણ દોડી હતી, તેમજ ગાર્ડ પાસેના ફાયર સેટીના સાધનો દ્રારા કેમિકલનો મારો ચલાવી આગને બુજાવી નાખતા સદભાગ્યે મોટી દુર્ઘટના થતી અટકી હતી.
આ અંગે પોલીસ દ્રારા તપાસ ચલાવવામાં આવતા ડસ્ટબિનમાં કોઈ મુસાફરે બેદરકારીપૂર્વક સળગતી સિગરેટ નાખી હોવાને કારણે અને ડસ્ટબિનમાં પ્લાસ્ટિક સહિતનો વેલનશીલ કચરો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. ફરજ પરના ગાર્ડ સહિતના રેલવે સ્ટાફની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના અટકી જવા પામી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech