પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની છે. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, તેજ પવનને કારણે આગને કાબૂમાં લેવાનું કાર્ય મુશ્કેલ બન્યું છે.
સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલમાંથી મહત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવામાં આવ્યા છે. બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વધુમાં, ઘરોમાંથી ગેસ સિલિન્ડરો પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, પોરબંદરના ઓળદર નજીક આવેલા જુરીના જંગલમાં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા અને ચર્ચાનો વિષય બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના દાવા પોકળ, BLA એ કહ્યું- યુદ્ધ પૂરું થયું નથી, અમે પાક.ના 100થી વધુ સૈનિકો ઠાર કર્યા
March 14, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech