કેલિફોર્નિયાના લોસ એન્જલસ નજીક નવી આગ ફાટી નીકળી છે અને તેના પગલે 31000 લોકોને તાબડતોબ સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.લોસ એન્જલસની ઉત્તરે કાસ્ટેઇક લેક નજીક નવી જંગલી આગને કારણે હજારો લોકોને તેમના ઘર ખાલી કરવાની ફરજ પડી. આગમાં થોડા કલાકોમાં 8,000 એકર (3,200 હેક્ટર) થી વધુ જમીન બળીને ખાખ થઈ ગઈ. સાન્ટા એનામાં ભારે પવન અને સૂકા ઝાડીઓને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
આગ સાન્ટા ક્લેરિટાના કાસ્ટેઇક તળાવ પાસે લાગી છે. આ કારણે 31,000 લોકોને તેમના ઘર ખાલી કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત, આઈ 5 ફ્રીવેનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, કેલિફોર્નિયા ફાયર ડિપાર્ટમેન્ટ અને એન્જલસ નેશનલ ફોરેસ્ટના કર્મચારીઓ આ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. હેલિકોપ્ટર અને મોટા વિમાનો સ્થળ પર ધસી ગયા છે અને પાણી અને રિટાર્ડન્ટ ફેંકી રહ્યા છે.
આગ વધશે તો ૪,૬૦૦ કેદીઓને અન્ય જગ્યાએ ખસેડવા પડશે
જંગલમાં લાગેલી ભીષણ આગ પછી, સ્થાનિક લોકોને તેમના ઘર છોડવા માટે કટોકટીની ચેતવણી આપવામાં આવી છે . એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે હત્પં ફકત પ્રાર્થના કરી રહ્યો છું કે અમાં ઘર બળી ન જાય. ઘટનાસ્થળની નજીક આવેલા કાસ્ટેઇકમાં પિચેસ ડિટેન્શન સેન્ટરને ખાલી કરાવવામાં આવ્યું હતું, અને લગભગ ૫૦૦ કેદીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફે જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ વધુ વણસે તો ૪,૬૦૦ કેદીઓને અન્ય જગ્યાએ ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આગ લાગવાનું કારણ
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ભારે પવન, ઓછી ભેજ અને સૂકા ઝાડીઓ આગને ઝડપથી ફેલાવવામાં મદદ કરી રહ્યા છે. હવામાનશાક્રી ડેનિયલ સ્વેને ચેતવણી આપી હતી કે ભારે પવનને કારણે હેલિકોપ્ટર લાઇટસ પ્રભાવિત થઈ શકે છે. તે જ સમયે, એવી આશંકા છે કે આગ વેન્ચુરા કાઉન્ટીમાં ફેલાઈ શકે છે. આ વિસ્તાર સૂકો છે અને બળતણના ગીચ ભંડારોથી ભરેલો છે, જેના કારણે આગ વધુ ફેલાવાનું જોખમ વધી રહ્યું છે.
દક્ષિણ કેલિફોર્નિયામાં દુષ્કાળની પરિસ્થિતિ
દક્ષિણ કેલિફોર્નિયામાં જાન્યુઆરી મહિનો વરસાદની ઋતુ માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ૮ મહિનામાં કોઈ નોંધપાત્ર વરસાદ પડો નથી. આના કારણે દુષ્કાળની સ્થિતિએ ગ્રામીણ વિસ્તારોને આગ માટે વધુ સંવેદનશીલ બનાવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech