પડધરીમાં ટાયર બનાવતી ફેકટરીમાં ગઈકાલે સમીસાંજે લાગેલી આગ આજે કલાકો બાદ પણ હજી બેકાબુ છે. વિકરાળરૂપ ધારણ કરનાર આગને કંટ્રોલ કરવા માટે સ્થાનીક પડધરી ઉપરાંત ધ્રોલ, ટંકારા, રાજકોટ, જામનગરથી પણ ફાયર ફાઈટરો દોડાવાયા છે. અર્ધેા ડઝન ફાયર ટીમો દ્રારા આખીરાત સતત પાણીમારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસ થયા છે. આજે પણ હજી આગના લબકારા યથાવત જ હોવાનું ફાયર સુત્રો તથા પોલીસના વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. આગના કારણે અંદર રહેલા ટાયર, રો–મટીરીયલ તથા ફેકટરીના સાધનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હોવાથી બહત્પ મોટું નુકસાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. હજી સુધી આગનું કારણ કે ખુંવારીનો આકં સત્તાવાર જાહેર થયો નથી.
પડધરી નજીક ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં સહારા યુનાઈટ નામની મોટી ફેકટરીમાં ગત સમીસાંજ બાદ આગ લાગી હતી. આગના પગલે પ્રથમ સ્થાનીક પડધરીના ફાયર ફાઈટર સ્ટાફ દોડી ગયો હતો. આગ મોટી હોવાથી તુરત જ નજીકના ધ્રોલ, ટંકારા ફાયર બ્રિગેડની મદદ મંગાઈ હતી. આગ વધુને વધુ વિકરાળ બનવા લાગી હતી અને આગના લબકારા કિલોમીટર સુધી દુર દુર દેખાવા લાગ્યા હતા. આગનું રૌદ્ર રૂપ જોઈને રાત્રીના સાડા દશ વાગ્યાના અરસામાં રાજકોટ ફાયર બ્રિગેડની મદદ મંગાઈ હતી. નયનભાઈ નામના વ્યકિતએ ફોન કરી જાણ કરતા રાજકોટ મહાપાલિકાના ફાયર ફાઈટર સાથે ટીમ પડધરી આગના સ્થળે રાત્રે પહોંચી હતી.
રાજકોટ ઉપરાંત જામનગરથી પણ ફાયર સાધનો સાથે રાત્રે ટીમ આવી હતી. છ–છ પાલિકા, મહાપાલિકાના ફાયર ફાઈટરો થકી સ્ટાફ દ્રારા સતત પાણીનો મારો ચલાવાયો હતો. નજીકના પાણીના ોતો પરથી રાતભર ફાયર ફાઈટરો દોડતા રહ્યા હતા અને પાણી ઠલવાતા હતા. પુરી રાત્રી આગ બુઝાવવા કામગીરી કરાઈ હતી. આગ બુઝાવવાના બદલે વધુને વધુ ફેલાઈ હતી. આગમાં ફેકટરીમાં કમ્પાઉન્ડમાં રહેલા ટાયરના જથ્થા, પ્લાસ્ટીક, રો–મટીરીયલ્સ ફરી વળતા વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ગત મોડી સાંજ બાદ આજે બીજા દિવસે પણ આગ હજુ કાબુમાં આવી નથી.
રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરનાર ફેકટરીના નયનભાઈનો સંપર્ક સાધતા આગ આજે પણ કાબુમાં ન આવી હોવાનું અને આગ બુઝાવવા માટે ફાયર વિભાગના સતત પ્રયાસો ચાલી રહ્યાનું જો કે, આગ કેવી રીતે લાગી ? તે સહિતની બાબતોની સ્પષ્ટ્રતા તેમણે કરી ન હતી. આગના પગલે રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ ઓડેદરા, એસઓજીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પડધરી પોલીસનો કાફલો પુરી રાત આગના સ્થળ નજીક તહેનાત હતો. આગ જોવા આવતા લોકોને અટકાવીને આગ બુઝાવવામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે પુરતી મદદ મળી રહે તે માટે પોલીસ પણ સતત કાર્યરત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech